નસવાડીના વંકલા ગામે દિવ્યાંગ દિનેશભાઇએ આપમેળે હુનરવિદ્યા મેળવી બનાવી ટ્રાઈ મોટર સાઇકલ…

નસવાડી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાજ મેમણ

માતાપિતા માટે દિવ્યાંગ બાળકનો પરિવારમાં જન્મ થવો એટલે આખી જિંદગીનું દુઃખ આવ્યા સમાન છે પણ દિવ્યાંગ બાળક જો પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવી મન મક્કમ રાખે તો તે દુનિયાને મુઠ્ઠીમાં લઈને સમાજમાં પ્રેરણારૂપ બને છે આવો જ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વંકલા ગામના એક દિવ્યાંગ યુવાનનો છે જેનું નામ છે દિનેશભાઇ રાઠવા જેમને બનાવી છે અનોખી ટ્રાઈ મોટરસાઇકલ સરકાર જો આ અનોખી ટ્રાઈ મોટરસાઇકલ પર ધ્યાન આપે તો ઓછા ખર્ચમાં દિવ્યાંગોન આત્મનિર્ભર બની પોતાના પરિવાર માટે મદદરૂપ થાય તેમ છે.
દિનેશભાઇ રાઠવા જન્મજાત દિવ્યાંગ છે તે જન્મજાતથી દિવ્યાંગ હોવાથી માતાપિતા પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું આખી જિંદગી દિવ્યાંગ બાળકની ચિંતા થવા લાગી પણ એમને ક્યાં ખબર હતી કે બચપણથી જ આ દિવ્યાંગ બાળકનું દિમાગ તેજ અને મન મક્કમ ચાલતું હતું દિનેશભાઇ બચપણથી રસ્તા પરના ટેમ્પા,બસ,સાઇકલ જેવા સાધનોને જોતા જ તે લાકડામાંથી બનાવી દેતા હતા ભણવામાં પણ હોશિયાર હતા પરંતુ ગામમાં સાતમા ધોરણ સુધીની શાળામાં અભ્યાસ કર્યા બાદ માતાપિતાની પરિસ્થિતિ સારી ન હોવાથી દિનેશભાઇએ શાળાની સામે એક નાની ખોલકી બનાવી દુકાન શરુ કરી ટેક્નિકલ દિમાગ હોવાથી તેમને કોઈ જગ્યાએ શીખ્યા વિના આપમેળે સાઇકલ રીપેરીંગ,પંચર બનાવવાનું અને હાલ મોટરસાઇકલ રીપેરીંગ શીખી લેતા આજે એક અનોખી દિવ્યાંગો માટેની મોટરસાઇકલ બનાવી છે આ મોટર સાઇકલ છકડા જેવી લારી જોડીને ત્રણ પૈડાંવાળી બનાવી છે જે મહદઅંશે સફળ થતા દિનેશભાઇ દુકાનનો સામાન ૨૦ થી ૩૦ કિલો નસવાડી,ગઢ બોરિયાદ અને કવાટથી લાવવા લઇ જવામાં કરે છે જેમાં તેમનો સમય અને પૈસાની બચત થાય છે અને બીજા કોઈ પણ વ્યક્તિ કે વાહન હાંકનાર પર આધાર રાખવો પડતો નથી આમ આ ત્રણ પૈડાંવાળું સાધન બનાવી તે હવે મેળા,લગ્ન પ્રસંગોમાં પહોંચી હરતી ફરતી દુકાન બનાવી વધુ કમાણી કરી રહ્યા છે દિનેશભાઈના પરિવારમાં તેમના માતા,પિતા,પત્ની અને બે છોકરા,છોકરી મળીને કુલ આઠ લોકો રહે છે જેઓનું ભરણપોષણ છેલ્લા ૨૦ વર્ષથી દિવ્યાંગ દિનેશભાઇ જ કરે છે દિનેશભાઇએ છેલ્લા ૨૦ વર્ષમાં જન્મજાત દિવ્યાંગ હોવા છતાં સરકારની કોઈ યોજનાનો લાભ આજદિન સુધી મેળવ્યો નથી આમ દિનેશભાઈના ટેક્નિકલ દિમાગથી ગામના લોકો પણ પોતાનું સાધન રીપેરીંગ કરાવવા આવે છે અને સંતોષ અનુભવે છે આમ દિનેશભાઇ જન્મજાત દિવ્યાંગ હોવા છતાં સરકારની કોઈ પણ યોજનાનો લાભ લીધા વિના દુકાન સંભાળવા સાથે અનોખું છકડા જેવું ત્રણ પૈડાંવાળું વાહન બનાવી પોતાની આવકમાં વધારો કરી આત્મનિર્ભર બની પરિવારનું ભરણપોષણ કરી જવાબદારી નિભાવી રહ્યા છે જે સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here