બોડેલી ખત્રી વિદ્યાલય ખાતે એન.એસ.એસ.દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. સમગ્ર શિક્ષા ધ્વારા આપણી શાળાઓને બાળમૈત્રીપૂર્ણ અને હરિયાળી (GREEN) બનાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. NEP-2020માં દર્શાવ્યા મુજબ શાળાઓમાં પર્યાવરણ શિક્ષણ માટે વિધાર્થીઓને પૂરતી સમજ મળે અને પ્રકૃતિ સંવર્ધન માટે વિધાર્થીઓ ધ્વારા વિશેષ કાર્યો કરવામાં આવે તે હેતુસર આ *વર્ષે “મારી શાળા-હરીયાળી શાળા”તથા “મેરી માટી મેરા દેશ” મેઘા પ્લાન્ટેશન ડ્રાઇવ  કાર્યક્રમ* અંતર્ગત એન.એસ.એસ. ના સ્વયં સેવકો, ગ્રીન ઇકો ક્લબ તથા અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે દ્વારા શાળા તથા નજીકની પંચાયત વિશાડી ગામ મુકામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.જેમાં ગામ પ્રજા જનોનો પ્રતિસાદ ખુબજ સારો મળ્યો.આ કાર્યક્રમ અંતર્ગત શાળાના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી એમ.એસ માસ્ટર દ્વારા આજના પ્રદુષણયુક્ત અને રોગમય જીવનમાં  વૃક્ષોનું કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના જેમ કે લીમડો, લીમડી , ગુલમહોર, મોગરો, જાંબુ , ચંપા વગેરે જેવા છોડ રોપવામાં આવ્યા અને તેમના જતનની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી.  વૃક્ષોના જુદા જુદા નામ પણ રાખવામાં આવ્યા. શાળાના ચોતરફ હરિયાળી લાવવાના પ્રયત્ન રૂપી આજે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનેરા ઉત્સાહ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેનું સમગ્ર સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક અલ્પેશ રાઠવા સા. તથા NSS વિદ્યાર્થી ટીમે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here