બનાસકાંઠા : વિધાનસભા ચૂંટણી ચક્રવ્યૂહને લઈ આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઈ…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ‌વિવિધ રાજકીય પક્ષો ‌ચૂટણી જીતવા માટે ચૂંટણી ચક્રવ્યૂહ અને જંગી લીડ સાથે શાસન ધૂરા સંભાળવા માટે ‌સમીક્ષા બેઠકો અને અન્ય રાજકીય ‌કાર્યક્રમો શરૂ કર્યા છે ત્યારે આજે વિધાનસભા ચૂંટણી ચક્રવ્યૂહ અને સમીક્ષા બેઠક માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા બનાસકાંઠાના વેપારી મથક તરીકે ઓળખાતા ડીસા શહેરમાં આપ પાર્ટીના તમામ નાના મોટા પદાધિકારીઓની સમીક્ષા બેઠક સંબોધવા હવાઈ પિલર સામે આવેલા જિલ્લા કાર્યાલય ખાતે મુલાકાતે આવ્યા હતા
જેમાં આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વિવિધ રાજકીય મુદ્દાઓ ઉપર આવે સામાન્ય જનતા સહિત ખેડૂતોના કલ્યાણ અર્થે તેમજ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે સાથે લાંચ રૂશ્વત લેનાર સામે કાર્યવાહી કરવા તથા સામાન્ય જનતાને સરકારની સહાય કારી યોજનાઓનો લાભ મહત્તમ મળી રહે તે માટે આપ પાર્ટીના તમામ નાના મોટા પદાધિકારીઓની ખડે પગે રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટો પર આપ પાર્ટી જંગી લીડ સાથે વિજયી બને તે માટેની વ્યૂહરચના અંગે પણ બનાસકાંઠા જિલ્લાના આપ પાર્ટીના તમામ નાના મોટા પદાધિકારીઓને પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા જરૂરી ચૂંટણી ચક્રવ્યૂહ અંગે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત વિરોધપક્ષના દાંત ખાટા કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી એડવોકેટ, નગરપાલિકાના આપ પાર્ટીના નગરસેવક વિજય ભાઇ દવે‌, તથા અન્ય નામી અનામી હોદેદારો કાર્યકરો સહીત સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here