સંખેડા : દિવાળીપુરા દૂધ મંડળીમાં કૌભાંડ…. માજી મંત્રીએ લાખો રૂપિયા હજમ કરી ગયા અને ડકાર પણ ના લિધીના આક્ષેપ…

સંખેડા,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી (નસવાડી) :-

વાડ જ ચિભળા ગળે તો ફરિયાદ કોને કરવી..?

બરોડા ડેરીના અધિકારીઓ ક્યારે કરશે તપાસ?સભાસદોના વેધક સવાલો

માજી મંત્રી વિરુદ્ધ બરોડા ડેરી માં લેખિત ફરિયાદ કરાઈ

સંખેડા તાલુકાના દિવાળીપુરા ગામે આવેલ દૂધ સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર થયાનું બહાર આવ્યુ છે જેમાં માજી મંત્રીના પુત્રએ કર્યોછે કૌભાંડ એમ જાણવા મળેલ છે જેમાં સભાસદોના આક્ષેપ છે કે માજી મંત્રીના દીકરાએ ડેરી માંથી લાખો રૂપિયા બોગસ રીતે ખાધા છે અને ગંધ પણ આવવા દીધી નથી અને કૌભાંડ બાબતે ઠેઠ બરોડા ડેરી સુધી લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે માજી મંત્રી કંચનભાઈ ગણપતભાઈ બારીયા નો પુત્ર હર્ષદભાઈ કંચનભાઈ બારીયા ડેરીનો વહીવટ સાંભળતા હતા તે દરમિયાન દુધાળૂ પશુ તેમની પાસે એકજ ભેંસ હોવાનું સામે આવ્યું છે પરંતુ તે વ્યક્તિએ દિવાળીપુરા દૂધ મંડળીમાં દૂધ ની બોગસ ખરીદી બતાવી માજી મંત્રીના દીકરાએ તેઓની પત્ની અને પુત્ર ના નામે લાખો રૂપિયાની ખરીદી બતાવી કૌભાંડ કરેલ છે જે બાબતે દૂધ ભારતા સભાસદોએ બરોડા ડેરીના પ્રમુખશ્રી અને એમ.ડી સમક્ષ તપાસ કરવાની માંગ કરેલ હોવાનું જાણવા મળેલ છે જેમાં દિવાળીપુરા દૂધ મંડળીમાં તપાસ કરી માજી મંત્રીએ બોગસ દૂધની ખરીદીના ઉધારેલ નાણાં રિકવરી કરી મંડળીના ખાતે જમા કરવા માંગ કરેલ છે અને આક્રોશ વ્યક્ત કરેલ છે કે વાડ જ ચિભળા ગળે તો કરવાનું શુ? અને માજી મંત્રીએ દૂધ ભર્યા સિવાય મંડળીમાં બોગસ દૂધની ખરીદી બતાવી પોતાના કુટુંબીજનો ના નામે બેંક ખાતામાં નાણાં જમા કરાવેલ હોય ગામના દૂધ ભરતા સભાસદોને આ બાબતની ગંધ આવી જતા મંડળીના વ્યવસ્થાપક કમિટી સભ્યશ્રીઓને તેમજ મંડળીના મંત્રીને વહીવટ માંથી દૂર કરી તા.12/01/2022ના રોજ મંડળીની સાધારણ સભા મળી જેમાં મંડળીના નવીન વ્યવસ્થાપક કમિટી સભ્યો તેમજ પ્રમુખશ્રીની વરણી કરેલ હોય મંડળીના તમામ વહીવટ દફતર જુના મંત્રી પાસે હોય અને મંડળીના કોમ્પ્યુટરના સી.પી.યુ ને ઈરાદા પૂર્વક બગાડી નાખી તમામ માહિતી ડિલિટ કરી દીધેલ હોય તેમ છતાં મંડળીમાંથી તા.01/01/2020થી તા.10/02/2022ની માહિતી મળેલ હોય જે માહિતીમાં તેઓના કુટુંબીજનોના નામે દૂધ ની બોગસ ખરીદી બતાવી લાખો રૂપિયાનું કૌભાંડ કરેલ હોય જે તા.01/01/2020થી તા.19/01/2022ની માહિતીની નકલો ફરિયાદ ની અરજીમાં સામેલ કરી છે જેથી તા.01/01/2020પહેલાની પણ મંડળીના દફતર માંથી તપાસ કરાવી કરેલ કૌભાંડ ની રકમ મંડળીના ખાતામાં જમા કરવાની કાર્યવાહી કરવા માંગ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here