નવી સાંસદમા Pm નરેન્દ્ર મોદીએ આપ્યું પહેલું સંબોધન અને જારી કર્યો 75 રૂપિયાનો સિક્કો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે

પીએમ મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. હવન-પૂજનના કાર્યક્રમ બાદ પીએમ મોદીએ સેંગોલને પ્રણામ કર્યા અને લોકસભામાં સ્પીકરની સીટ પાસે બેસાડ્યા. આ પછી પીએમ મોદીએ સંસદભવનના નિર્માણમાં કામ કરનારા કામદારોનું સન્માન કર્યું.આ પછી પીએમ મોદીએ ‘મન કી બાત’ પણ કરી હતી. ‘મન કી બાત’માં તેમણે કહ્યું કે જનભાગીદારી સૌથી મોટી તાકાત છે. મન કી બાત આપ્યા બાદ પીએમ કાર્યક્રમના બીજા તબક્કામાં જોડાયા હતા. આ દરમિયાન રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકરે નવી સંસદમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો સંદેશ વાંચ્યો. આ પછી પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં પહેલું સંબોધન કર્યું.પીએમ મોદીએ કહ્યું, ‘સંસદ ગૃહે લગભગ 60,000 કર્મચારીઓને રોજ્ગાર આપવાનું કામ કર્યું છે. તેમના શ્રમને સમર્પિત ડિજિટલ ગેલેરી પણ બનાવવામાં આવી છે. આજે જ્યારે આપણે લોકસભા અને રાજ્યસભા જોઇને ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે મને સંતોષ છે કે આપણે દેશમાં 30,000થી વધુ નવી પંચાયત ઈમારતો પણ બનાવી છે. પંચાયત ભવનથી લઇને સંસદ ભવન સુધી અમારી વફાદારી સમાન છે. આપણી પાસે 25 વર્ષનો અમૃત સમયગાળો છે. આપણે સાથે મળીને આ 25 વર્ષોમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવુ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવા સાંસદ ભવનને જોઈને દરેક ભારતીય ગર્વ નો ભરેલ છે મહાન ચોલા સામ્રાજ્યમાં સેગોલ ને ફરજના માર્ગે સેવાના માર્ગ રાષ્ટ્રના માર્ગ નું પ્રતીક માનવામાં આવ્યું હતુ રાજાજી અને અધિનમાં ના સંતોના માર્ગદર્શક હેઠળ આ સેંગોલ સત્તાના હસતા તરણ નુ પ્રતીક બની ગયું તમિલનાડુના સંતો ખાસ કરીને અધિનમા આશીર્વાદ આપવા ભવનમાં હાજર થયા હતા અને 75 રૂપિયાના વિશેષ સિક્કા નવા સંસદ ભવનથી બહાર પાડવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here