બનાસકાંઠા : ડીસા તાલુકાના ખેટવા ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને ભીલડી પી.એસ.આઇના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામનદી :-

બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. ફોર્મ ભરવાનું શરૂ થાયુ છે અને ગામડાઓમાં બેઠકનો દોર શરૂ થયો છે.જેમા સામાજિક આગેવાન મગનભાઇ માજી સરપંચ મહેશભાઈ નાઈ આચાર્ય ખેટવા ગામલોકો સમરસ ગ્રામ પંચાયત બને તેવી લોકોને સરકારમો થી લાભ મળે અને ગ્રામ પંચાયતને સમરસ કરવાની કવાયત હાથ ધરી છે. જેમાં ડીસા તાલુકાના ખેટવા ગામ ખાતે ભીલડી પી.એસ.આઇ આર.જે.ચોધરી અધ્યક્ષ સ્થાને ખેટવા ગામ લોકો સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભીલડી પી.એસ.આઇ આર.જે.ચોધરી જણાવ્યું હતું કે ગામ પંચાયત ચૂંટણીના ગામના ઉમેદવારો સામે આવતા હોવાથી ગામના અનેક ભાગ પડી જતા હોય છે પરંતુ ગામ લોકોના સહકારથી બિન હરીફ એટલે કે સમસ્ત ગ્રામ પંચાયત બને તો સૌથી મોટી બાબત ગણી શકાય છે.અને શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતનું ચૂંટણી થાય તે હેતુથી બેઠક કરી હતી. જેમાં ગામના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here