મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે 175 અને સભ્ય માટે 647 ફોર્મ ભરાયા

મોરબી, આરીફ દિવાન :-

મોરબી જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત ઠંડીની મોસમમાં રાજકીય ગરમાવો હાલ જોવા માળી રહ્યો છે ત્યારે તારીખ 2 12 2021 ને ગુરુવારના રોજ એટલે કે ચૂંટણીના ફોર્મ ભરવાના ચોથા દિવસે સરપંચના 175 ફોર્મ અને સભ્ય માટે 647ફોર્મ ભરાયા છે.

મોરબી જિલ્લાની ૩૦૩ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના ચોથા દિવસે ભરાયેલા ફોર્મની તાલુકા વાઈઝ વિગત મુજબ મોરબીમાં સરપંચના 56 અને સભ્યના 245 ફોર્મ ભરાયા છે જ્યારે ટંકારામા સરપંચ માટે 17 અને સભ્ય માટે 65 ફોર્મ ભરાયા છે. હળવદમાં સરપંચના 28 અને સભ્યના 86 ફોર્મ તથા વાંકાનેરમાં સરપંચના 59 અને સભ્યના 208 તથા માળીયામાં સરપંચના 15 અને સભ્યના 43 ફોર્મ ભરાયા છે. આમ કુલ આજે જિલ્લા ભરમાં સરપંચ માટે કુલ 175 ફોર્મ અને સભ્ય માટે 647 ફોર્મ ભરાયા હોવાનું જાહેર થવા પામ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here