બનાસકાંઠાના ગામડાઓમાં પીપળ વન-ઓક્સિજન પાર્ક બનાવવા કલેક્ટર શ્રી આનંદ પટેલે આપી લીલી ઝંડી

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજ. રાજ્ય અને આર્યાવર્ત ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજગોર, પારસ ભાઈ સોની (એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ), ધાનેરા અને કાંકરેજ તાલુકાના ગામના સરપંચો, અને પર્યાવરણ પ્રેમીઓ ઉમાકાન્ત ભાઈ મિસ્ત્રી, સંજયભાઈ પ્રજાપતિ, વિરમાભાઈ વાઘેલા, દરઘાભાઈ પટેલ, હમીરભાઇ પટેલ, રેવાજી ઠાકોર વગેરેએ ગામડામાં પીપળ વન બનાવવા માટે બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલ સાથે મુલાકાત કરી બનાસકાંઠાના ગામડાના લીલાછમ કરવા આયોજન કર્યું.
કલેકટરશ્રી એ જણાવ્યું કે દરેક ગામમાં ગોચર અને પડતર જમીનમાં આવા આયોજનબદ્ધ પીપળ વન બનાવવા જોઈએ અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવા તથા તંત્ર દ્વારા જરૂરી બધીજ પ્રકારની મદદ કરવા પોતાની તૈયારી બતાવી.

નિલેશભાઈ રાજગોર (આર્યાવર્ત ટ્રસ્ટ, પાટણ) એ જણાવ્યું કે બનાસકાંઠાના દરેક તાલુકાના ગામડાના જાગૃત પર્યાવરણપ્રેમીઓ અને સરપંચો દ્વારા અને ગામની સહભાગીદારી થી આ ચોમાસામાં દરેક ગામડે પડતરભૂમિ, ગોચર, સ્મશાનનીભૂમિમાં પીપળવનનું નિર્માણ થાય અને સફળ વૃક્ષારોપણ સાથે વૃક્ષ ઉછેર થાય અને વૃક્ષોનું જતન થાય એવું આયોજન કરવામાં યોગ્ય માર્ગદર્શન અને સહકાર આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here