પોરબંદરના બોખીરા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ લક્ષી કાર્યમાં ખોદાણ કાર્ય અંતર્ગત લોકોને હાલાકી થશે તો : કોંગ્રેસના કાઉન્સિલર પાલિકામાં ઘેરાવ કરશે

પોરબંદર, આરીફ દીવાન (મોરબી) :-

પોરબંદર માં પ્રજાલક્ષી કાર્યને વિકાસ ની તંત્ર દ્વારા થતી કામગીરીમાં સમસ્યા ની પણ હાર્ડ મારી થવાના સંકેતો સામે આવ્યા છે જેની જાણવા મળતી વિગત એવી છે કે બોખીરા વિસ્તારમાં નગરપાલિકાના તંત્ર વાહકો દ્વારા બે ફૂટ જેટલા ઊંડા ખાડા કરી રહ્યા છે ત્યારે બે ફૂટ જેટલી પણ જગ્યા મૂક્યા વગર ખોદકામ થતું હોવાથી નજીક ના મકાન ના પાયા પણ નીકળી ગયા છે તેના પરિણામે સ્થાનિક રહીશોના ઘરમાં દુર્ગંધ યુક્ત ગટરના પાણી નો ભય લોકો ને સતાવી રહ્યો છે લોકોના ઘરની અડીને ખોદકામ કરવાથી આ સમસ્યા ઉભી થવાના સંકેતો લોકો મહેસુસ કરી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ તે વિસ્તારના કોંગ્રેસ આગેવાન વિજયભાઈ બાપોદરા ને જાણ કરી જેથી તેને તેઓએ નગરપાલિકાના તંત્ર વાંકો સમક્ષ લોકોને હાલાકી ના પડે તે રીતે અને સમસ્યાનું સમાધાન મતદારોના હક હિત અધિકાર માટે યોગ્ય કરવા ચીમકી આપી છે તે રીતે કામ ના થાય તો પાલિકામાં ઘેરાવ કરવાની ફરજ પડશે નોંધનીય છે કે નગરપાલિકા તંત્ર પાસે આયોજન ના અભાવે આડેધડ ખોદકામ કરવાથી બોખીરા વિસ્તારના સ્થાનિક લોકોને પરેશાની ના વેઠવી પડે તેવી ચીવટ રાખવી જોઈએ આડેધડ ખોદકામ કરવાથી સ્થાનિક રહીશો ને કે ત્યાંથી પસાર થતાં વાહન પસાર કરવું કે ચાલીને જવું પણ કોઈ દુર્ઘટના અકસ્માતનો ભય પણ જજુમી રહ્યો છે તે વિકાસ લક્ષ્ય કાર્ય કરતી નગરપાલિકાના તંત્ર વાહકો એ ભૂલવું ના જોઈએ જે બોખીરા વિસ્તારમાં ખોદકામ અંતર્ગત નગરપાલિકાના તંત્રની કામગીરી ની તસ્વીર નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here