પાવીજેતપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે યોજાયો…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુઝફફર ધાબાવાલા :-

મળતી વિગતો મુજબ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત, જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી છોટાઉદેપુર પ્રેરિત,શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કુલ જેતપુર પાવી ના યજમાન પદે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજવામાં આવ્યો જેતપુર પાવી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી મોન્ટુભાઈ શાહના અધ્યક્ષ સ્થાને દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. જિલ્લા ભાજપમાં પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, પાવીજેતપુરના સરપંચ શ્રીમતી નેન્સીબેન શાહ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રણજીતભાઈ રાઠવા, બીઆરસી રાજેશભાઈ પરમાર, સી.આર.સી ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા, પ્રાંત જિલ્લા યુવા વિકાસ અધિકારી શૈલેષભાઈ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.શાળા દ્વારા નવનિયુક્ત પ્રમુખ ઉપેન્દ્રભાઈનું સન્માન કરવામાં આવ્યું.તાલુકાની 14 શાળાના 243 વિદ્યાર્થીઓએ વિવિધ વય જૂથમાં ભાગ લીધો. કલા મહાકુંભમાં 6 થી 14 વર્ષ ,15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ ની વય જૂથ પ્રમાણે લોક નૃત્ય,ગરબા, રાસ, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ભરતનાટ્યમ, લોકગીત, ભજન, લગ્ન ગીત, સુગમ સંગીત, સમૂહ ગીત, તબલા, હાર્મોનિયમ જેવી 14 સ્પર્ધાઓ માં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.આગામી 7-8 સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાની સ્પર્ધા એસ.એફ. હાઇસ્કુલ, છોટાઉદેપુર મુકામે વિજેતા કલાકારો ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here