અરવલ્લી જિલ્લાના દરેક તાલુકામાં આંગણવાડી બહેનોએ વિવિધ માગણીઓને લઈ વિરોધ દર્શાવ્યો…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, તજજ્ઞોના મતાનુસાર બે થી ત્રણ મહિનાની સમય મર્યાદામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાના અંદેશા સેવાઇ રહ્યા છે, જેથી સત્તાપક્ષ એડી ચોટીનું જોર લગાવી મેદાને ઉતરી પડ્યું છે.. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના તખ્તા ગોઠવવા લોક સંપર્કમાં જોતરાઈ ગયું છે તેમજ દિલ્હી અને પંજાબમાં પોતાનો ડંકો વગાડનાર કેજરીવાલે ગુજરાતને પોતાનું આશ્રય સ્થાન બનાવી લીધું છે… અને કેજરીવાલના ગેરંટી કાર્ડને લઈ ગુમનામ આર્મીએ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગામ, શહેર સહિત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આમ રાજકીય ત્રિપાંખિયામાં ઘેરાયેલું સત્તાપક્ષ ભાજપ ગમે તે કાળે સત્તા સાચવી રાખવા મહેતન કરી રહ્યું છે.. આવા કપરા સમયે ચોથો ખાનો ચિત્ત કરવા રાજ્યમાં એક પછી એક સરકારી અર્ધ સરકારી સંગઠનો પોતાની માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કરતા રહે છે, હાલમાં જ તલાટીઓ શાંત પડ્યા અને હવે જૂની પેન્શન યોજનાની માંગને લઈ શિક્ષકો સહિત વિવિધ સરકારી કર્મચારીઓ રેલી કાઢી રહ્યા છે, એવામાં હવે આંગણવાડી કાર્યકરો પણ સરકારને પોતાની માંગણીઓ સાથે ચેતવી રહ્યા છે..

જેને અનુરૂપ ધનસુરા તાલુકાની કેટલીક આંગણવાડી કાર્યકરોએ પગાર વધારવા, કાયમી નિમણૂક કરવા, પ્રમોશન સીટ આપવા, વેકેશન પૂર્ણ આપવા, મોંઘવારી ભથ્થું વધરવા, સમય હદ બદલવી. જાહેર અને અન્ય રજાઓ આપી વધારાના કામ ન આપવા. સહિતના મુદ્દાઓને લઈ સરકાર પાસે માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here