શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે ‘RUSA’ અંતર્ગત ‘સેલ્ફ ડિફેન્સ તાલીમ’ યોજાઈ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન એટલે કે ‘ RUSA અંતર્ગત સરકારી વિનયન કોલેજ શહેરાના કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીનીઓ માટે તારીખ ૧૮-૦૧-૨૦૨૨ થી ૨૫-૦૧-૨૦૨૨ દરમિયાન “સેલ્ફ ડિફેન્સ તાલીમ”યોજવામાં આવી હતી. આ તાલીમ કોલેજના પ્રિન્સિપાલ ડો. વિપુલ ભાવસારના માર્ગદર્શન અને મંજુરીથી આયોજિત કરવામાં આવી હતી. તાલીમના પ્રારંભે ‘RUSA ‘ કો-ઓર્ડીનેટર ડો. ડી. આર. માછી એ પ્રેરણા અને દિશા નિર્દેશ કર્યો હતો. આ તાલીમના અંતે એટલે કે આજરોજ તા. ૨૫-૦૧-૨૦૨૨ ના રોજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ‘ડેમો પ્રેક્ટીસ’ સમાપન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડો. વિપુલ ભાવસારે ટ્રેનિંગ લેનાર વિદ્યાર્થીનીઓને પોતાના ‘સ્વ.બચાવ’ માટે શું કરી શકાય તે બાબતે વિવિધ ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ રુષા સમિતિના સભ્ય પ્રા. કિરણસિંહ રાજપૂતે રુષા સેલના component વિશે સમજણ આપી હતી. કૉલેજના C.W.D.C સેલ અંતર્ગત પ્રા.લતાબેન બારૈયા એ વિદ્યાર્થીનીઓને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય બાબતે પ્રેરણા આપી હતી. તેમજ આ પ્રસંગે સેલ અંતર્ગત ગુજરાતી વિભાગના પ્રાધ્યાપિકા ડો. ઉર્વશી ઉમરેઠીયા એ વિદ્યાર્થીનીઓને સ્વ બચાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત RUSA કો-ઓર્ડીનેટર ડો. ડી. આર. માછી એ શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આધ્યાત્મિક કોઓર્ડીનેશન પર વિદ્યાર્થીનીઓને માહિતગાર કરી હતી. તેમજ આ તાલીમ ના ટ્રેનર તરીકે ડો. ગણેશ નિસરતાએ વિદ્યાર્થીનીઓને અઠવાડિયા દરમિયાન ‘ફિઝિકલ ફિટનેસ’ બાબતે જે તાલીમ આપી તે આજ રોજ પૂર્ણ થતા ‘ડેમો પ્રેક્ટિસ’ કાર્યક્રમનું આયોજન કરી સફળ સંચાલન કર્યુ હતુ. ટ્રેનર તરીકે તેમણે તા. ૧૮-૦૧-૨૦૨૨ થી શરૂ થયેલી આ તાલીમમાં વિદ્યાર્થીનીઓને પંચ, કીક, ડિફેન્સ, સ્ટ્રેચિંગ, વોર્મઅપ,ધ્યાન વગેરે બાબતે ફિઝિકલ ટ્રેનિંગ આપી હતી. આમ આજના આ કાર્યક્રમમાં કોલેજ નો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા તેથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here