ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી આર.એમ. છાયા દ્વારા લોક અદાલતોની ભૂમિકા અંગે વિસ્તૃત સમજૂતિ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

તા. 19.02.2022નાં રોજ સાંજે 08.00 કલાકે ડી.ડી.ગિરનાર ચેનલ પર પ્રસારણ તથા પુનઃપ્રસારણ તા. 23.02.2022નાં રોજ સાંજે 08.00 કલાકે ડી.ડી. ગિરનાર ચેનલ પર

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નાલ્સાના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ કાનૂની સેવા અને સલાહને લગતી વિવિધ પ્રવૃતિઓ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો મારફતે સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવતી હોય છે. આ કાનૂની સેવા અને સલાહની પ્રવૃત્તિઓ પૈકી સમગ્ર રાજ્યમાં લોકઅદાલતનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. લોકઅદાલત તે વૈકલ્પિક તકરાર નિવારણ પદ્ધતિઓ પૈકી સમાધાન રાહે તકરાર નિવારણ કરવા માટેનો ઉત્તમ વિકલ્પ છે અને આજદિન સુધી યોજાયેલ લોકઅદાલતોમાં ઘણી સારી સંખ્યામાં કેસોનો નિકાલ થયો છે. સમગ્ર રાજ્યમાં યોજાનાર આ લોકઅદાલતો વિષયક જાગૃતતા બાબતે ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવામંડળના નામદાર કારોબારી અધ્યક્ષશ્રી આર.એમ.છાયાનો ઈન્ટરવ્યુ ડી.ડી.ગિરનાર પર જનજાગૃતિ અર્થે પ્રસારિત કરવામાં આવશે. જેનું પ્રસારણ તારીખ 19.02.2022નાં રોજ સાંજે 08.00 કલાકે ડી.ડી.ગિરનાર ચેનલ પર થનાર છે તથા પુનઃપ્રસારણ તા. 23.02.2022નાં રોજ સાંજે 08.00 કલાકે ડી.ડી.ગિરનાર ચેનલ પર થનાર છે. આ ઈન્ટરવ્યુમાં લોકઅદાલતમાં કયા કેસો મૂકી શકાય તેમજ કયા કેસોને ન મૂકી શકાય, લોકઅદાલતમાં સમાધાન કરવાના ફાયદાઓ વગેરે વિષયો બાબતે ઝીણવટતાપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. તેમજ ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવાસત્તામંડળનાં પેટ્રોન-ઇન-ચીફ શ્રી અરવિંદકુમારે પણ સમગ્ર રાજ્યનાં લોકોમાં લોકઅદાલતની જાગૃતિ આવે અને લોકો લોકઅદાલતનો મહત્તમ લાભ લે તે અર્થે પોતાનો સંદેશો આપ્યો છે. જેથી ગુજરાત રાજ્યની જાહેરજનતાને સદર પ્રસારણનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, https://youtu.be/5GFrojk50 youtube લીંક પર પણ પ્રસારણ થવાનું છે, જેનો લાભ મહત્તમ લોકોને લેવા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અખબારી યાદીમાં અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here