પંચમહાલ : સમગ્ર શિક્ષા, શહેરા બ્લોકના કર્મચારીઓની SOP ની માર્ગદર્શન સમીક્ષા બેઠક યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

સમગ્ર શિક્ષા, શહેરા બ્લોકના કર્મચારીઓની SOP ની બેઠક માન.નાયબ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર, પંચમહાલ નીતિનભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં બી.આર.સી.ભવન શહેરા ખાતે યોજવામાં આવી. વિશેષ ઉપસ્થિતિ માન.જિલ્લા એકાઉન્ટ અધિકારી પૂજન જોશી વગેરેએ શૈક્ષણિક તેમજ વહીવટી માર્ગદર્શન આપ્યું હતું. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા પ્રમાણે ગુણોત્સવ 2.O અંતર્ગત આદર્શ પાઠ આયોજન, આદર્શ સમય પત્રક, દૈનિક નોંધ, 26 જાન્યુઆરી 2022 માટે પ્રતિભાશાળી શિક્ષક આયોજન, દિવ્યાંગ બાળકો માટે વિશેષ આયોજન, શાળા સ્વચ્છતા, સલામતી, SDP પ્લાન, ગ્રાન્ટ વપરાય, શનિવારે કસરત કવાયત, એકમ કસોટી અપડેટ કરવી, WhatsApp આધારિત મૂલ્યાંકન, ફિટ ઈન્ડિયા રજિસ્ટ્રેશન, જવાહર નવોદય ફોર્મ ભરવા બાબત, On line હાજરી નિયમિત સમય સર પુરવી, CRC CO. ડાયરીમાં તમામ વિગતો અપડેટ કરવી, પ્રજ્ઞા અભિગમ મુજબ શિક્ષણ, ટ્રાન્સપોર્ટેશન સુવિધા મેળવતી શાળાઓની નિયમિત મુલાકાત, GIET લિંકનો ઉપયોગ કરવો, સ્ટેચ્યુટરી ઓડિટ, પર્યાવરણ પ્રયોગશાળા, કિચન ગાર્ડન, ઔષધિય બાગ તૈયાર કરવા, અર્લી મેથેમેટિક કીટ, NCERT ગણિત વિજ્ઞાન કીટ, રેઈનબ્રો કિટનો નિયમિત ઉપયોગ, શાળા પુસ્તકાલયનો ઉપયોગ, સ્કૂલ ઓફ એક્સેલન્સ સમીક્ષા, ફાયર સેફટી, નલ સે જલ યોજના, TRP અંતર્ગત શાળા કક્ષાએ ઓરડા, સેનિટેશન, પીવાના પાણીની સુવિધા તેમજ અન્ય કામગીરી બાબત, વિદ્યાર્થીઓના યુનિફોર્મ, ધો.6 થી 8 દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ, તમામ શિક્ષકોને Google Docs, Spreadsheet & PPT નો ડીઝીટલ ઉપયોગ, G-Shala, માઈક્રોસોફ્ટ ટીમ્સ, દીક્ષા લિંક અને જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત વિદ્યાર્થીઓને ડીઝીટલ માધ્યમથી ઉત્તમ શિક્ષણ આપવું. તેમજ અન્ય શૈક્ષણિક મુદ્દાઓની વિગતે તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી હતી. મૌર્ય સામ્રાજય એકમનો આદર્શ પાઠ બાહી સી.આર.સી. મહેશભાઈ વણઝારાએ આપ્યો હતો. આભાર વિધિ ગુણેલી સી.આર.સી.નટવરસિંહ ચૌહાણે કરી હતી. મિટિંગ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર મિટિંગ દરમિયાન શિક્ષણ વિભાગની SOP અને કોવિડ – 19 ની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here