પંચમહાલ : શહેરા તાલુકાના જુની સુરેલી ગામે ખેતરના સેઢાના ભાગે વાડ કરી ઉછારેલ લીલા ગાંજાના છોડ સાથે એક ઇસમને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગાંજાના છોડ નંગ-૦૯ જેનુ વજન ૫.૪૭૦ કીલોગ્રામ જેની કી. રૂ.૫૪,૭૦૦/- સાથે નરેન્દ્ર કુમાર દિલીપ સિંહ ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો

નાયબ પોલીસ મહાનનરીક્ષકશ્રી એમ.એસ ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. લીના પાટીલ સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ એન.ડી.પી.એસ. એકટ મુજબના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન ના આધારે શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્. એસ.ઓ.જી. ગોધરા નાઓને બાતમી મળેલ કે શહેરા તાલુકાના જુની સુરેલી ગામે માતાના ફળીયામાં આવેલ મોટા તળાવને અડીને સૂર્યાબેન W/O દિલીપસિંહ ચાવડાની કબજા ભોગવટાની/માલીકીની જમીન મંગળસિંહ સોમાભાઇ પટેલને ગીરો પેટે ખેડવા માટે આપેલ હોય તેઓએ તે જમીનમા આવેલ તળાવ બાજુના સેઢાના પાળા ઉપર સૂર્યાબેન ચાવડા નો પુત્ર નરેન્દ્ર સિંહ દિલીપ સિંહ ચાવડા નાએ ગાંજાના છોડને ઉગાડી નારકોટિક્સ ની પ્રવુતિ કરેલ છે.

જેથી બાતમી આધારે એસ.ઓ.જી. શાખાના પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મીઓએ બે પંચોને સાથે રાખી શહેરા તાલુકાના જુની સુરેલી ગામે માતાના ફળીયા નજીક આવેલ ખેતરમા જઇ તપાસ કરતા સદરીનરેન્દ્ર કુમાર ચાવડા નાઓ ખેતરમાં હાજર મળી આવેલ, જેથી તેને સાથે રાખી તેના કબજા ભોગવટાના ખેતરના સેઢાના કરેલ વાડ માં તપાસ કરતા લીલા ગાંજાના છોડ નંગ-૦૯ મળી આવેલ, જેથી એફ.એસ.એલ. અધિકારીને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરાવતા લીલો ગાંજો હોવાનુ જણાતા તમામ છોડો ઉપાડી તેનુ વજન કરાવતા કુલ ૫.૪૭૦ કીલોગ્રામ થયેલ જેની કી. રૂ.૫૪,૭૦૦/- નો ગણી તપાસ અર્થે કબજે લઇ સદરી આરોપી નરેન્દ્ર ચાવડા રહે.જુની સુરેલી, માતાવાળુ ફળીયુ તા. શહેરાની વિરૂદ્ધ માં એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસર કરવા શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here