પંચમહાલ : શહેરા રોડ પરથી જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા પાસ પરમિટ વગરના રેતી ભરેલા બે ટ્રેકટર પકડવામાં આવ્યા

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જિલ્લા ખાનખનીજ દ્વારા રેતી ભરેલું ટ્રેકટર પકડવામાં આવ્યું

શહેરા નગરમાંથી કુણ નદી પસાર થાય છે જેમાં પાણીના વહેણ મા રેતી ઉતપ્પન થાય છે ત્યારે શહેરા તાલુકામાં ટ્રેક્ટરોમાં રેતી ભરી ગેરકાયદેસર વેપલો કરતા હોય છે જેને લઈ અગાઉ સમયમાં શહેરા મામલતદાર દ્વારા ટ્રેક્ટરો પકડવામાં પણ આવ્યા છે ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ પેટ્રોલિંગમાં હતા ત્યારે શહેરા બામરોલી રોડ પર થી અને બીજું ટીમ્બા પાટિયા થી ટ્રેકટર રેતી ભરેલું જઈ રહ્યું હતું જેને ખાણખનીજ પેટ્રોલિંગ દરમિયાન ઉભું રાખી પાસપરમીટ માંગતા પાસપરમીટ મળી આવી ન હતી જેને લઈ ખાણખનીજ વિભાગ દ્વારા ટ્રેક્ટરને શહેરા સેવા સદન ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફાફડાટ ફેલાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here