જોખમી શોર્ટકટ ભારજ નદીના પટમાં સીથોલ ગામના લોકોએ પાઇપ નાખી કામચલાવ ડાઈવર્જન બનાવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિથોલ ગામ વચ્ચે નદીના પટમાં શીથોલ ગામના લોકો દ્વારા કામ ચલાવ ડ્રાઇવઝન બનાવ્યો આ કામ ચલાવ ડ્રાઇવઝન માત્ર મોટરસાયકલ તેમ જ પગદંડી દ્વારા જવાય છે આ ડ્રાઈવજન બનાવતા 35 થી 40 કિલોમીટરની જગ્યાએ માત્ર ત્રણ કિલોમીટરના અંતરે બાઈક ચાલકો તાલુકા સ્થળે જઈ શકે છે જોકે રેતીના પટમાં મોટરસાયકલ લઈને જવા પણ જોખમ જેવું લાગે છે ભારજ નદીના બ્રિજ વરસાદના કારણે બેસી જતા તારીખ 29 જુલાઈ થી સદંતર બંધ હોવાથી લોકોને તાલુકા સુધી શોર્ટકટ ભારજ નદીના પટમાંથી મોટરસાયકલ પર જોખમ કરીને પાણી તેમજ રેતીના પટ મા જવાનો વારો આવ્યો છે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા દ્વારા આ જગ્યાએ ડ્રાઇવઝન બનાવવાની કલેકટર ને માંગ કરવામાં આવી હતી પરંતુ આજ સુધી તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગામના યુવાનો ભેગા મળી મોટરસાયકલ તેમજ પગદંડી જવાય તેવું સિમેન્ટના પાઇપ મૂકીને કામ ચલાવો રસ્તો બનાવી દીધું છે જીવના જોખમે આ રસ્તો પાર કરવા લોકો મજબૂર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here