રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી મેઘાણી રચિત લોકગીત અને વક્તૃત્વ સ્પર્ધા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કક્ષાએ તા.૦૭ થી ૧૮ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી અને રાજ્ય કક્ષાની સ્પર્ધા ૨૩ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ યોજાશે

રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી મેઘાણી રચિત લોકગીત અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારી કચેરી, પંચમહાલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં જુદા-જુદા બે વય જૂથ પ્રમાણે જિલ્લાના કલાકારો ભાગ લઇ શકશે. જેમાં ૧૫ વર્ષથી ૩૫ વર્ષ સુધીના અને ૩૫ વર્ષથી ઉપરના ઓપન યુથમાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધાની વીડિયો ક્લિપ તૈયાર કરી તારીખ ૧૮-૮-૨૧ બપોરે ૧૨ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, રૂમ નમ્બર-૩૫ ગોધરા, પંચમહાલ ખાતે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી રાજેશ પારગીનો ૬૩૫૩૯૩૫૬૫૭ પર સંપર્ક કરવાનો રહેશે.
જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂપિયા ૧૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂપિયા ૭૫૦/-, તૃતીય ઇનામ વિજેતાને રૂપિયા ૫૦૦/- ઇનામ આપવામાં આવશે.
રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂપિયા ૨૫૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫૦૦૦ તેમજ તૃતીય વિજેતાને રૂપિયા ૧૦૦૦૦ એમ ત્રણ ઇનામો આપવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here