પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધની બહાલી, જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડિસેમ્બર ૨૦૨૩ અંતિત વ્યવસાય માર્ગદર્શન અંગે થયેલ કામગીરીની સમીક્ષા, કેરિયર કોર્નર વર્ગની કામગીરીની સમીક્ષા,અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની કામગીરી વગેરે મુદ્દાઓ બાબતે ચર્ચા કરાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જિલ્લામાં સંરક્ષણ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે જેનો સીધો લાભ સ્થાનિક યુવાઓને મળી રહેશે.ટૂંક સમયમાં લેવાનાર ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પછી વિદ્યાર્થીઓ માટે આગળ શું અભ્યાસ કરવો તે બાબતે માર્ગદર્શન સેમિનાર યોજાશે.જિલ્લામાં ભરતી મેળાનું આયોજન કરાશે તથા રોજગાર સમાચાર લવાજમની સંખ્યા વધારવા પર ભાર મુકાયો હતો.

બેઠકમાં રોજગાર અધિકારીશ્રી કુ.વી.કે.ડામોર,શ્રેયાન અધીક્ષકશ્રી એસ.એમ.રાઠોડ,કેરિયર કાઉન્સેલરશ્રી આર.વી.સેવક સહિત આઈ.ટી.આઈ કોલેજના આચાર્યશ્રી અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here