રાજપીપળા એપીએમસીના ચેરમેન પદે દિનેશ પટેલ વાઈસ ચેરમેન પદે નિખિલ પટેલ બિનહરીફ વિજેતા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ચુંટણી મોકુફ રાખી ઍક અઠવાડિયા પછી ચૂંટણી યોજાવા પાછળ તર્ક વિતર્કો !!!!

ભાજપાની વિચારધારા વાળા ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ ડિરેક્ટર્સ બિનહરીફ વિજેતા જાહેર થતાં કૉંગ્રેસની કાર્યશૈલી ઉપર ઉઠયા પ્રશ્નો

સહકારી ક્ષેત્રે કૉંગ્રેસનો સંપુર્ણ પણે સફાયો !!!

નર્મદા જીલ્લાના સહકારી ક્ષેત્રે કૉંગ્રેસ પાર્ટીનો એક સમય દબદબો હતો હવે કૉંગ્રેસ પાસે પોતાની વિચારધારા વાળા વ્યક્તિઓ ને સહકારી મંડળીઓ માં થતી વહિવટી મંડળ ની ચૂંટણીઓ માં ઉભા રાખવા માટે સદસ્યો પણ મળતા ના હોય હાલ માંજ યોજાયેલ રાજપીપળા એ. પી. એમ. સી. ની ચુંટણી માં ભાજપ ના વિચારધારા વાળા વ્યક્તિઓ ડિરેક્ટર તરિકે તમામ 16 બેઠકો ઉપર બિનહરીફ ચૂંટાયા હતા. રાજપીપળા એ પી એમ સી ના પ્રમુખ તરીકે પણ ભાજપા ના યુવા આગેવાન દિનેશ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે નિખીલ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.

રાજપીપળા એ પી એમ સી ની ચુંટણી માં આમતો જો વાત કરીએ તો અનેક દાવાઓ પ્રતિ દાવાઓ અને કાવાદાવા વચ્ચે યોજાઇ હતી, તમામ ઉમેદવારો ને વિજેતા બનાવવા અને તે પણ બિનહરીફ વિજેતા બનાવવા માટે નર્મદા જીલ્લા ના સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ ગણાતાં નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરી ના ચેરમેન અને નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે તમામ સોગઠાઓ ગોઠવ્યા હતા. અને પોતાના વફાદારો ની પડખે રહી 16 બેઠકો બિનહરીફ કરવામાં તેમનો સિંહ ફાળો રહ્યો હતો.

ચુંટણી માં થોડુંક રહસ્ય પણ રહયો હતો જેમા ચૂંટણીનાં જાહેરનામા બાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અમુક ઉમેદવારો પાસે ફોર્મ ખેંચવાની કવાયદ પણ કરાઈ હતી, અને અંતમાં ખેડુત વિભાગ ની 10 બેઠકો વેપારી વિભાગ ની 4 બેઠકો અને મંડળી વિભાગ ની 2 બેઠકો મળી કુલ 16 બેઠકો પર માત્ર એક ઍક ઉમેદવારી ફોર્મ જ બાકી રહેતા ચુંટણી અધિકારી એ તમામ ને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. તમામ ડિરેક્ટર્સ બિનહરીફ જાહેર થયાં બાદ પણ સસ્પેન્સ ચેરમેન અને વાઇસ ચેરમેન માટે રહ્યો હતો, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી 19 મી જુન ના રોજ યોજાવાની હતી જે અચાનકજ મોકુફ રાખવામાં આવી હતી!!! જે પાછળ અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા, પરંતુ કઠિન સમસ્યા ઉપર કેમ કરીને નિયંત્રણ લાવવું ની કળા ના માહિતગાર નર્મદા જીલ્લા સહકારી આગેવાન અને ભાજપા જીલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે સમગ્ર પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી લીધો હતો. રાજ્ય ના સહકારી આગેવાન અને ગુજકોમમાસોલ નાં વાઈસ ચેરમેન બિપિન પટેલ ને રાજપીપળા આવવું પડ્યું હતું અને બિનહરીફ વિજેતા થયેલ તમામ ડિરેક્ટર્સ સાથે વાતચીત આરંભી હતી ,અને સુખદ અંત આવ્યો હતો.

ગતરોજ રાજપીપળા એ પી એમ સી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાઇ હતી જેમાં પુર્વ ચેરમેન દિનેશ પટેલ ( ભચરવાડા) ચેરમેન તરીકે અને નિખીલ પટેલ ( ભદામ) વાઇસ ચેરમેન તરિકે બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા. જેઓને ઘનશ્યામ પટેલ સહિત રાજપીપળા નગરપાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલ, સહિત ના આગેવાનો એ અભિનંદન પાઠવ્યા હતા, અને સન્માનિત કર્યા હતા.

રાજપીપળા એ પી એમ સી ના વિજેતા ઉમેદવારો

રાજપીપળા એ પી એમ સી ની 16 બેઠકો માટે યોજાયેલ ચુંટણી માં બિનહરીફ વિજેતા ઉમેદવારો

ખેડુત વિભાગ
1) પટેલ દિનેશભાઈ શીવાભાઈ ( ભચરવાડા)
2) પટેલ ઈશ્વરભાઈ ચુનીલાલ ( વાવડી)
3) પટેલ અશોકભાઈ અરવિંદભાઈ ( વરખડ)
4) પટેલ કિશોરભાઇ ઈશ્વરભાઇ (નિકોલી)
5) પટેલ ગૌતમભાઈ જશુભાઈ ( માંગરોળ)
6) પટેલ કિરણભાઈ
7) પટેલ પિયુષભાઈ (ધમણાચા)
8) વસાવા વાસુભાઈ (જીતગઢ)
9) પટેલ જગદીશભાઈ ચતુરભાઈ (હાજરપરા)
10) પટેલ સચિન ભાઈ પ્રવીણભાઈ (ઉમરવા)

મંડળી વિભાગ
******†*
1) પટેલ મનોજભાઈ ભીખાભાઈ (લાછરસ)
2) પટેલ સંદીપભાઈ સૂર્યકાંત ( પ્રતાપનગર )

વેપારી વિભાગ
********
1) પટેલ નિખિલભાઇ ભોગીલાલ (ભદામ)
2) પટેલ ધર્મેન્દ્રભાઈ ઝીલભાઈ (રાજપીપળા)
3) ભગત યશવંતભાઈ (લોઢણ)
4) વસાવા ભુપતભાઈ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here