અમેરિકામાં ગુજરાતી પરિવાર દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાઇ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

અમેરિકાના મીશીગન રાજ્ય ના રહેવાસી અને મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટા ગુંદાળા ગામ ના જીજ્ઞાશા બેન અશ્વિનભાઈ વઘાસીયા ને ઘેર અમેરિકા ખાતે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ અને આજુબાજુના ગુજરાતી પરિવારો હાજર રહેલ અને આ પ્રસંગે ઠાકોરજીને છપ્પનભોગ અન્નકૂટ ધરવામાં આવ્યા હતા રાજ્યના અન્ય શહેરોમાંથી ગુજરાતી અને વૈષ્ણવો પોતાના ઠાકોરજી ને લઇ આવેલ અને તમામ ઠાકોરજીને એકસરખા વાઘા પહેરાવવામાં આવેલા હતા અને તે દ્રશ્ય અલૌકિક હતું અને કૃષ્ણ જન્મોત્સવમાં નંદ ભયો આનંદ ની ઉજવણી કરાઇ અને આ તકે ગુજરાતીઓ દ્વારા ભવ્ય રાસ ગરબા રમાયા હતા અને અમેરિકન નાગરિકોએ પણ દર્શનનો લાભ લીધો હતો અને અમેરિકા ખાતે પણ ભારતીય સંસ્કૃતિઓ ને જીવતી રાખી તહેવારોની ઉજવણી કરાઇ હતી અને આ તકે અશ્વિનભાઈ વઘાસીયા સમાજના અગ્રણીઓની તમામ હાજર રહેલ હતા ત્યારે અમેરીકા મા વસતા ગુજરાતીઓસહિતનાઓ હાજર રહી પૂજા-અર્ચના અને આરતીમાં જોડાયા હતા અને વિશ્વમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here