પંચમહાલ જિલ્લામાં ડિજીટલ સેવા સેતુ અંતર્ગત સમાજસુરક્ષા ખાતાની યોજનાઓનો લાભ લેવા અપીલ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

ગ્રામ્ય કક્ષાએ દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓને તાલુકા કે જિલ્લા કક્ષાએ રૂબરૂ આવવામાંથી મુક્તિ

રૂ. 20ની મામૂલી ફી ભરી ગ્રામ્ય કક્ષાએથી અરજી-પુરાવા સબમિટ કરવાની સવલત શરૂ

ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા શરૂ કરાયેલ પ્રશંસનીય પહેલ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓને સમાજ સુરક્ષા વિભાગની વન ડે સર્વિસ અંતર્ગત આવતી યોજનાઓનો લાભ લેવા માટે જિલ્લા કે તાલુકા કક્ષાએ પણ રૂબરૂ જવાની જરૂર નહીં પડે. પોતાના ગામથી ઓનલાઈન અરજી કરી તેઓ આ સેવાઓનો લાભ મેળવી શકશે, જેના માટે તેમણે માત્ર રૂ. 20 જેટલી મામૂલી ફી ભરવાની થશે. સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગો માટે બસ પાસ યોજના, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, તથા ઈંદીરા ગાંઘી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના તથા વૃદ્ઘો માટે મામલતદાર કચેરીએથી અમલ થતી નિરાઘાર વૃદ્ઘ પેન્શન યોજના, ઈંદીરા ગાંઘી રાષ્ટ્રીય વૃદ્ઘ પેન્શન યોજના તથા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન)ના લાભ માટે તાલુકા તથા જીલ્લા કક્ષાની કચેરી સુઘી આવવુ ૫ડે છે. જેથી જો તેઓ કામ કરતા હોય તો તેમની દૈનિક રોજગારી ઉ૫ર વિ૫રીત અસર ૫ડે છે ઉ૫રાંત આવવા જવા માટે સમય તથા વાહનભાડાનો ખર્ચ થાય છે. જેથી હવે આ વન-ડે સેવા ચાલુ થયેથી લાભાર્થીઓને હવે તાલુકા કે જીલ્લા કક્ષાએ રૂબરૂ આવવુ નહી ૫ડે.ગ્રામ્ય કક્ષાના ઉ૫રોકત યોજનાના લાભાર્થીઓ માટે ડિજીટલ સેવા સેતુ વન ડે સર્વિસ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર ઉ૫ર આ અરજીઓ સ્વીકારવામાં આવશે, જેના માટે માત્ર રૂ ૨૦/- જેટલી નજીવી ફી ભરવાની રહેશે. જે બાદ વીસીઈ દ્વારા આ અરજી સબમિટ થયા બાદ તેના પર પ્રોસેસ કરી તે જ દિવસે સાંજ સુઘીમાં અરજદારને સહાય મંજુર થયાની જાણ એસએમએસ/ઈ-મેઈલ મારફત કરવામાં આવશે. આ સુંદર પહેલનો વધુમાં વધુ લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here