3 વર્ષથી અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવતી અભયમ મહિલા હેલ્પલાઈન

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

મહિલાઓ માટે સતત કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈન વધુ એક મહિલાની વ્હારે આવી હોવાનો કિસ્સો ગોધરા ખાતે નોંધાયો હતો. પિયરમાં રહેતી એક પરિણીતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે તેમના ભાઈ અને પિતા તેઓની મારઝૂડ કરે છે.અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચી પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આ મહિલા સંજના બહેનને (નામ બદલેલ છે) અન્ય યુવક સાથે મોબાઈલમાં વાતચીત કરતા જોઈ જતા તેમના ભાઈ અને પિતાએ ગુસ્સે થઈ તેમની સાથે મારઝૂડ કરી હતી. અભયમ ટીમે આ રીતે દીકરીને મારઝૂડ કરવી અયોગ્ય હોવાનું સમજાવતા તેઓ એ હવે પછી કોઈ મારઝૂડ નહીં કરે તેની ખાતરી આપી હતી. બહેનને શાંતિથી બેસાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ તેમના 6 વર્ષના દીકરા સાથે છેલ્લા 3 વર્ષથી પિયરમાં જ રહી રહ્યા છે. અભયમ કાઉન્સેલરે સંજના બહેનના પતિ અને સસરા સાથે વાતચીત કરી સમજાવતા તેઓ સમાધાન કરવા સંમત થયા હતા. અભયમની ટીમ સંજનાબહેનને લઈ તેમની સાસરીમાં ગયા હતા, જયાં તેમના સાસરીવાળા અને આગેવાનોની હાજરીમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું. બંનેએ હવે પછી બંને એકબીજાને અનુકૂળ થઈને રહેશે તેવી ખાતરી આપતા ત્રણ વર્ષથી ચાલ્યા આવતા મનદુખનો અંત આવ્યો હતો અને પરિવાર એક થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here