પંચમહાલ જિલ્લાના ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન રોજગારીની તક

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઓગસ્ટ, 2021ના રોજ લોન્ચ કરાયેલ રોજગારલક્ષી પોર્ટલ “અનુબંધમ” પર પંચમહાલ જિલ્લાના 219 નોકરીદાતાઓ દ્વ્રારા 18 વર્ષથી વધુ વય ધરાવતા પુરુષ તથા મહિલા ઉમેદવારો માટે રોજગારલક્ષી તથા એપ્રેંટિસશીપને લગતી વિવિધ જગ્યાઓ જેવી કે રિસર્ચ કેમિસ્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, જુનિયર ટેક્નિશીયન, પ્રોડકશન, એન્જિનિઅર, આસી.એકાઉન્ટન્ટ, રિલેશનશિપ મેનેજર, હેલ્પર, મશીન ઓપરેટર જેવી ટેકનિકલ તથા નોન ટેકનિકલ જગ્યાઓ માટે ધો.10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક તથા તેના સમકક્ષ અનુભવી, બિન-અનુભવી ઉમેદવારો માટે ઓનલાઈન વેકેન્સી પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની જોબ સીકર તરીકે https://anubandham.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આ પ્રકારે નોંધણી કરાવેલ ઉમેદવારો ગુજરાત રાજ્યની તમામ વેકેન્સી સામે એપ્લાય કરી શકશે તેમજ ગુજરાતના તમામ જિલ્લાના રોજગારલક્ષી તથા એપ્રેંટિસશીપ ભરતીમેળામાં વિના મૂલ્યે ભાગ લઈ શકશે. જોબ સીકર તરીકે નોંધણી કરવા માટે તેમજ ઓનલાઇન સેવાઓનો લાભ મેળવા anubandham એપ ડાઉનલોડ કરવાની રહેશે. ઉમેદવારોએ anubandham પોર્ટલ પર વિના મૂલ્યે નામ નોંધણી કરાવવા માટે પોતાના મોબાઇલ, ઈમેલ-આઈડી, આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે નજીકની સરકારી આઇ.ટી.આઇ તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરાનો સંપર્ક કરવાનો રહશે તેમ રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે 63 57 390 390 કોલ સેન્ટર પર સંપર્ક કરવા તેમજ અનુબંધમ પોર્ટલની સેવાનો લાભ લેવા યાદીમાં અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here