નિમિષાબેન સુથારને આદિજાતી મંત્રી પદેથી બરતરફ કરવા આદિવાસી સમાજ દ્વારા ડભોઇ SDM ને આવેદન…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ ‘-

મોરવા હડપના સાંસદ આદિજાતિના ખોટા પ્રમાણપત્ર ને લઈ વિવાદના વંટોળમા !!

આજરોજ આદિવાસી સમાજના યુવાનો અને ડભોઇ વેરાઈ માતા વસાહતના અગ્રણી કોંગ્રેસના કાઉન્સિલરની પ્રમુખતા માં નગર સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું.
હાલમાં નવા બનેલ ગુજરાત રાજ્ય સરકારના મંત્રીમંડળમાં આદિજાતિના મંત્રી અને મોરવાહડપ ના સાંસદ નિમિષાબેન સુથાર જેઓ કેટલાક સમયથી ખોટા આદિ જાતિ પ્રમાણપત્ર અને લઈ વિવાદમાં ફસાયેલા છે પોતે ખોટી રીતે આદિજાતિ નું પ્રમાણપત્ર મેળવી અનુસુચિત જાતિ ની બેઠક પરથી ચૂંટાઈ આવી જીત હાંસિલ કરી છે જેથી તેઓની વિરુદ્ધ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કેસ નં.EP 1/2021થી કેસ ચાલુ છે જેના પુરાવા ના ભાગરૂપે નિમિષાબેન સુથાર ના પિતાનું L.C (ડુબલીકેટ) નં.713 G R no1097 વાગડિયા ગલા ભાઈ મોતીભાઈ ના નામે કડાણા વિભાગ સાર્વજનિક હાઇસ્કૂલ દ્વારા આપવામાં આવ્યું છે જેમાં ‘હિંદુ ભીલ વાગડિયા’ જાતિનો ઉલ્લેખ છે. ધારાસભ્ય નિમિષાબેન સુથાર ના પિતાનું જાતિ પ્રમાણપત્ર નં 137 વાગડિયા ગલાભાઈ મોતીભાઈ ના નામે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં ‘હિંદુ ભીલ’ જાતિનો ઉલ્લેખ છે. જ્યારે નિમિષાબેન ગુલાબસિંહ નામે શ્રીમતી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલ અમરેલી દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં હિંદુ પટેલિયા(ST) જાતિનો ઉલ્લેખ કરાયો છે જ્યારે ગોલણપુર તા. કડાણા પ્રાથમિક શાળાની સ્થાપના 1950 માં થયેલી જેમાં શરૂઆતમાં દાખલ થયેલા બાળકો જેમની જાતિ માત્ર હિન્દુ વાગડીયા જ નોંધાયેલી છે.આમ આદિવાસી સમાજ દ્વારા માંગણી કરાઈ છે કે નામદાર હાઇકોર્ટમાં આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર સામેનું કેસ ચાલી ન જાય ત્યાં સુધી તેઓને આદિજાતિના મંત્રી પદેથી રદબાતલ કરવા આવેદનમાં માગણી કરાઈ છે. જો આદિવાસી સમાજની આ માંગણી નહીં સંતોષાય તો સમગ્ર આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવું જણાવ્યું હતું સાથે ડભોઈ પ્રાંત અધિકારી શિવાની ગોયલ સમક્ષ આદિવાસી અગ્રણી અને કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ધારદાર રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here