ડભોઇ તાલુકાના ધર્મપુરી બસ સ્ટેન્ડ પાસેથી દેશી તમંચા (અગ્ની શસ્ત્ર) સાથે એક ઈસમને ઝડપી પાડતી SOG પોલીસ..

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ જિલ્લા માં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જડવાયી રહે તે હેતુ થી ગેરકાયદેસર હથિયાર(અગ્નિ શસ્ત્ર) હેરાફેરી ની પ્રવૃત્તિ ડામવા અને આવી પ્રવૃત્તિ કરતા તત્વો ને ઝડપી પાડવા જિલ્લા ના તમામ અધિકારીઓ ને સૂચના કરેલ છે.જે સુચના આધારે પો.ઇ.SOG ડી.બી વાળા તથા પો. સ.ઇ SOG જે.એમ.પઢિયાર વડોદરા ગ્રામ્ય નાઓના દ્વારા અલગ અલગ પોલીસ ટુકડીઓ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી.જે અન્વયે એસ.ઓ.જી ની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ ની કામગીરી હાથ ધરી હતી.દરમિયાન એસ.ઓ.જી ટીમ ને ચોક્કસ બાતમી મળેલ કે ડભોઇ ધર્મપુરી ગામ ના બસ સ્ટેન્ડ ખાતે એક ઈસમ પોતાના કબ્જા માં તમંચો લઈ આવનાર છે.બાતમી ના આધારે એસ.ઓ.જી ટીમ તાત્કાલિક ધરમપૂરી પહોંચી જઈ કાર્યવાહી કરવામાં આવતા બાતમી વાળા સ્થળે થી એક ઈસમ ને હાથ બનાવટ ના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.ઝડપાયેલા ઈસમ ની યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા તેનું નામ સુનિલ ભાઈ કિસનભાઈ વાદી ઉ.વ 24 રહે,નસવાડી ચોકડી, કડકા કોલોની, તા કવાંટ જી,છોટાઉદેપુર જણાવતા તેને દેશી હાથ બનાવટ ના તમંચા સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબ નો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here