નારાયણ આઇ હોસ્પિટલ હવે ડભોઇના આંગણે… નારાયણ વિજન સેન્ટરનું સૈલેષ ભાઈ મહેતાના હસ્તે શુભારંભ… નગરજનોમાં ખુશીની લહેર

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા અને નારાયણ આઇ હોસ્પિટલ તાજપુરા ના સહયોગ થી નારાયણ વિઝન સેન્ટર ડભોઇ દ્વારા ૨૮-૧૧-૨૦૨૧ ના રોજ ડભોઈ ના ધારા સભ્ય સૈલેશ ભાઈ મહેતાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. ડભોઈ રંગઉપવન ખાતે નારાયણ વિઝન દ્વારા આંખ ના રોગ નું નિદાન કરી ડભોઇ ખાતે તારીખ આપી આંખ ના તમામ રોગો જેવા કે ઝામર , નાસુર , વેલ તેમજ રેટીના (પડદા) ના તમામ રોગો નું નિદાન તથા ઓપરેશન અને મોતીયા નું ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે ઓપરેશન દરમિયાન દર્દી ને રહેવા જમવા ની સગવડ ડભોઈ થી તાજપુરા ઓપરેશન દરમિયાન લઈ જવાની પરત જવાની વ્યવસ્થા પછી ઓપરેશન પછી ૪૫ દિવસે આંખ ના નંબર તપાસી ચશ્માં ની વ્યવસ્થા શ્રી નારાયણ આઇ હોસ્પિટલ દ્વારા વિના મુલ્યે કરવામા આવશે જેને લઈ ડભોઈ ના દર્દી ઓ માટે સુવિધા આશીર્વાદ રૂપ પુરવાર થશે આ સુવિધા ડભોઈ વાસી ઓને સોમવાર થી શનિવાર સવારે ૯ થી ૫ અને રવિવારે રજા રેહશે નું જાણવા મળ્યું હતું.
જ્યારે આ કાર્યક્રમ માં ડભોઇ દર્ભાવતી ના ધારાસભ્ય શૈલેશ મહેતા (શોટ્ટા)મૂખ્ય ટ્રસ્ટી રાજેશ ભાઈ રાજગોર,જેંતી ભાઈ પંચાલ વડોદરા
સુનીલ ભાઈ વલ્લભ દાસ શાહ,ભાવેશ ભાઈ સિરોલા વાલા,ધર્મેશ ભાઈ સીરોલા વાલા, ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ,
અશ્વિન ભાઈ,શશીકાંત ભાઈ પટેલ,સંદીપ ભાઈ સાહ,સુભાષ ભાઈ ભોજવની,મહેશ ભાઈ દાજી, વકીલ,નગરપાલિકા પ્રમુખ,અન્ય કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here