નસવાડી હોટલ વૃંદાવન પાસે થયો અકસ્માત ઘટના સ્થળેજ બાઈક ચાલકનુ નીપજયુ મોત

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બે બાઈક સામ સામે અથડાતા ટ્રક નું ટાયર ફરી વળતા થયું મોત

નસવાડી વૃંદાવન હોટલ પાસે બે બાઈક સામસામે અથડાતા પાછળતી આવતી ટ્રકના ટાયર ફરી વળતા મોત નીપજ્યું છે જેમાં રોડ પર પડેલા ખાડા બન્યા જીવલેણ પ્રાપ્ત માહિતી અનુસાર બે બાઈક સામ સામે થી આવતી હતી અને રોડ પર પડેલા ખાડા ને ટાળવા જતા બે બાઈક સવાર સામસામે ભટકાતા આવતી ટ્રકના ટાયર ફરી વળતા એક બાઈક સવાર નું મોત નીપજયું છે જેમાં તાત્કાલિક 108 ને ફોન કરવામાં આવ્યો હતો અને ટ્રક ચાલક ટ્રક લઈને ભાગી ગયો પરંતુ આગળ જાણ કરતા ચેક પોસ્ટ પર ટ્રક ચાલકને પકડી પાડવામાં આવ્યો છે તેવી માહિતી લોકો દ્વારા મળેલ છે અને જે વ્યક્તિનું મોત થયું છે તેને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે અને ત્યાં પોલીસ પણ આવી પહોંચી હતી અને આ મસ મોટા ખાડાઓ ને કારણે એક નિર્દોસ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે આ એન્ડ બી ની નિષ્કાળજી કે પછી કોન્ટ્રાકટર ની એ એક ચર્ચાનો વિષય નસવાડી ખાતે બન્યો છે વારંવાર આર એન્ડ બી ને મૌખિક રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરી બેસેલી આર એન્ડ બી ને કોઈના જીવ ની પડેલી નથી અને રોડ ના કોન્ટ્રાકટ આપી લાખો રૂપિયાનો વેડફાટ થાય છે તેવી ચર્ચાઓ નસવાડીમાં લોક મુખે સાંભળવા મળી રહી છે અને આ એક ખાડાએ એક નિર્દોસ વ્યક્તિનો જીવ લીધો છે અને એના પરિવાર પર શુ અસર થઈ હશે એ તો આપ સૌવ જણોછો આજે એક ગરીબ વ્યક્તિ ને ત્યાં આવો બનાવ બન્યો છે અને એના ઘરવાળા ના પગ નીચે થી જમીન સરકી ગઈ અને નિર્દોસ વ્યક્તિ મરણ પામ્યો છે તો નસવાડી ની જનતા નો સવાલ છે કે જવાબદાર કોણ અને બે બાઈક વચ્ચે અકસ્માત થતા એક બાઈક સવારને બોડેલી ખાતે ખસેડવામાં આવ્યો છે અને એને પણ વધુ ઇજાઓ થતા નસવાડી થી બોડેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને પોલીસ ત્યાં આવી આગળની કાર્યવાહી હાથ ધરીછે અને આ બેફામ બનેલા ડંફર ચાલકોને પણ કન્ટ્રોલ માં રાખવા જોઈએ અને વારંવાર આવા અકસ્માતોમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે આનુ કારણ ખખડધજ રોડ અને ઓવરટેક મારતા ડંફર ના ચાલકો અને બનેલા રોડ ના ખાડા આના જવાબદાર છે એમ ઘટના સ્થળે લોક ચર્ચા સાંભળવા મળી છે અને આવા ગમખ્વાર બનાવોને અટકાવવા પોલીસ તંત્ર અને આર એન્ડ બી એકશન મા આવે એવી નસવાડી નગરના નગર્જનોની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here