બોડેલી તાલુકાના ધનપુર તેમજ બામરોલી ગામ પાસે વાહનોમાં આગ લાગવાના બનાવ બન્યા, જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ચાલકે સમય સુચકતા વાપરતા ચાલકનો આબાદ બચાવ થયો

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બનાવની મળતી વિગતો અનુસાર બોડેલી તાલુકાના ખોડીયા ગામે રહેતા જગદીશભાઈ બોડેલી તરફ પોતાની બાઈક લઈ આવી રહ્યા હતા તે સમય દરમિયાન ધનપુર ગામ પાસે કોઈ કારણોસર બાઈકના પાછળના વહીલ પાસે આગ લાગતા બાઈક ચાલકે બાઈક ઉભી કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકો આગ વધુ પ્રસરતા બાઈક બળીને ખાખ થઈ હતી.

અન્ય બનાવમાં બોડેલી તાલુકાના બામરોલી ગામ પાસે વડોદરા થી બોડેલી તરફ આવી રહેલી પિકઅપ ગાડીમાં અચાનક આગ લાગી હતી. જોકે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધારણ કરે તે પહેલા જ ચાલકે સમય સુચકતા વાપરી ઉતરી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો આગની ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here