નસવાડી : વઘાચ ગામે રોડ નજીક પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા હોવા છતા બમ્પના હોવાના કારણે અકસ્માત સર્જાયો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કાલે વઘાચ ગામે બસ સ્ટેન્ડ પાસે ટ્રકે બાઈક સવાર ને અડફેટે લેતા સ્થળ પરજ મોત નીપજ્યું હતું વઘાચ ગામ લોકો નું કહેવું છે કે બસ સ્ટેન્ડ પાસે પ્રાથમિક શાળા આવેલી છે અને માધ્યમિક શાળા પણ આવેલી છે છતાં ત્યાં રોડ પર બમ્પ નથી વઘાચ ગામ ની આજુ બાજુ ના ગામ ના વિદ્યાર્થીઓ પણ વઘાચ ગામે ભણવા માટે આવેછે અને એમાં એક્સિડન્ટ નો ભય રહેલો હતો ગામ લોકોએ મૌખિક રજૂઆતો કરી હતી પણ તંત્રએ કોઈ ધ્યાન આપ્યુ નથી અને આખરે કાલે એક વ્યક્તિ બમ્પ ન હોવાના કારણે એક્સિડન્ટ થતા મોત ને વ્હાલું થઈ જવું પડ્યું વઘાચ ગામ ના રહીશો ની માંગ છે કે પ્રથમીકશાળા અને માધ્યમિક શાળા ને ધ્યાને લઈ બસ સ્ટેન્ડ આગળ બમ્પ બનાવે કે જેથી રાહદારીઓ અને ગામ લોકો એક્સિડન્ટ થી બચી શકે શાળામાં ધોરણ ૧ થી ૮ છે એમાં નાના છોકરાઓ થી ૮ ધોરણ ના છોકરાઓ ભણવા આવેછે અને માધ્યમિક શાળા માં પણ છોકરાઓ ભણવામાં આવે છે અને એમાં રોડ ક્રોસ કરતા કોઈ અજુકતુ ના થઈ જાય જેવી રીતે કાલે થયું એટલા માટે રહીશો ની માંગ છે કે તંત્ર વહેલી તકે બમ્પ બનાવી આ સમસ્યાનું સમાધાન કરે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here