તિલકવાડા નગરમાં મોગલાઈ માતા મંદિર પાસે રાવણ દહન કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

તિલકવાડા તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા અને તિલકવાડા તાલુકામાં પણ સાદગીપૂર્ણ નવરાત્રિની ઉજવણી કરતા વિવિધ વિસ્તારોમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા બાદ વિજયાદશમીના શુભ અવસર પર તિલકવાડા નગરજનો દ્વારા મોગલે માતા મંદિર ખાતે રાવણ દહન કરીને સાદગીપૂર્ણ વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી.

વિજય દશમી એટલે અધર્મ પર ધર્મ નો વિજય વિજય દશમી ના શુભ દિવસે ભગવાન રામે રાવણ નો વધ કરી ને અધર્મ પર જીત મેળવી હતી આજના દિવસે સમગ્ર દેશ માં રાવણ દહન કરીને વિજય દશમી ના ત્યોહર ની ઉજવણી કરવામાં આવતી હોય છે આજના દિવસે તિલકવાડા નગર ના મોગલાય માતા મંદિર ખાતે દર વર્ષે રાવણ દહન કરીને વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોઈ છે પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને સરકાર ની ગાઈડ લાઈન અનુસાર તિલકવાડા ના નગરજનો દ્વારા મોગલાય માતા મંદિર ખાતે નજીવી સંખ્યા માં ભાવિ ભક્તો ની ઉપસ્થિતિ માં ઉજવણી કરતા મોગલાઈ માતાની આરતી વંદના કર્યા બાદ તિલકવાડાનગરના પી.એસ.આઇ એમ બી વસાવા ના હસ્તે રાવણ દહન કરીને વિજયાદશમીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here