નસવાડી : બોડેલીના બામરોલીમાં ચુલનો મેળો ભરાતા શ્રદ્ધાળુઓએ ઢોલ નગારા વગાડી ઉત્સાહભેર ઉજવણી કરી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કોરોના કાળ બાદ પ્રથમ વાર બામરોલી માં ચુલનો મેળો ભરાતા આજુ બાજુના ગામના શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે જોડાયા

સરકાર દ્વારા મેળાવડા અને ભીડભાડવાળી જગ્યાઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો પરંતું કોરોના કેશો નિયંત્રણમાં આવતા છૂટછાટ આપવામાં આવતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

બોડેલી તાલુકાના વાલોઠી બામરોલી મા ચૂલનો મેળો ભરાતા શ્રદ્ધાળુ ઓમા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોના મહામારી ને લઈને છેલ્લા બે વર્ષથી વધુ સમયથી સરકાર ની ગાઈડલાઈન મુજબ ગુજરાત અને જિલ્લાઓમાં કોરોના કાળ દરમ્યાન તમામ મેળાવડા અને ભીડભાડવાળા વાળી જગ્યા ઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા લોકો એ રાહત અનુભવી હતી. ગ્રામ જનો ના જણાવ્યા અનુસાર સરકાર ધ્વારા કોરોના ના કેશો મા ઘટાડો થતા પ્રતિબંધ હટાવી દેવામાં આવતાં મેળો ભરાતા મેળામાં ચૂલ ના મેળામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકઠા થઈ માનતા ઓ પૂરી કરી દેવતા ની અંદર ચાલી શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરતા હોય છે. અને આ પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય છે. દેવતાં મા ચાલવા છતાં કોઈપણ જાતની કોઈને તકલીફ ન પડતી હોવાનું શ્રદ્ધાળુઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ ચુલ ના મેળામાં ખાસ ઉપસ્થિત રહેલા બામરોલી ના સરપંચ અને પૂર્વ લઘુમતી મોરચા ના પ્રમુખ ઇશાકભાઇ ઝૂઝારા અને બામરોલી ગામના વિક્રમભાઈ અર્જુનભાઈ રાઠવા સંજયભાઈ રાઠવા સહીત ગ્રામ પંચાયત દ્વારા ચુલ નો મેળો ભરાયો હતો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here