કાલોલ તાલુકાના ખરસાલીયા ગામના ખેડૂતની મોટરસાયકલ‌ ચોરાઈ જતાં પોલીસમાં ફરિયાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ખરસાલીયા ગામના ખેડૂત ખુશાલભાઇ નારણભાઇ વણકર દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં તારીખ ૬/૩/૨૦૨૩ ના રોજ નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ ૪/૧૨/૨૦૨૨ ના રોજ સાંજના આંઠ વાગ્યાના સુમારે પોતાની હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જીજે-૧૭-બીએસ-૬૧૬૬ ની માં ચાવી નાખેલ હતી જે બાગાયત કેન્દ્ર ગેટની સામે ખરસાલીયા રોડ ઉપર મૂકી પોતાના ખેતરમાં મકાઇનો પાક કરેલ હોય જેનો ભૂંડો બગાડ કરતા હોય જેથી ખેતરમાં પાકને જોવા માટે ગયેલ અને ખેતરમાંથી અંદાજે નવ વાગ્યાના સુમારે પરંત આવતા બગાયત કેન્દ્રની ગેટ સામે મૂકેલી મોટરસાયકલ જોવા ન મળતા તેઓએ આજુબાજુના ગામોમાં તેમજ સગાંસંબંધીઓ માં તથા મિત્રો ત્યાં તપાસ કરતા/કરાવતા પણ મોટરસાયકલ મળી ન આવતા કોઈક ઈસમ દ્વારા મોટરસાયકલ ચોરાઈ ગઈ હોવાનું જાણતા વેજલપુર પોલીસ મથકે પોતાની ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે રૂ ૧૫,૦૦૦/ ની મોટરસાયકલ ચોરીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here