નસવાડી તાલુકાના છેવાડાના ગામોમાં સામે કિનારે રહેતા લોકો દ્વારા ધર્મપરિવર્તન નો મામલો સામે આવતા સંતો મહંતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ખ્રિસ્તી ધર્મમાં આદિવાસીઓને સમાવવાનો પ્રયાસ

ખ્રિસ્તી ધર્મ ના અનુયાયી ઓ આદિવાસીઓને ભોળવી ખ્રિસ્તી ન બનાવે તેને રોકવા માટે સંતો મહંતો મેદાને ઉતરી વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યુ

નસવાડી તાલુકાના છેવાડાના ગામો જે નર્મદા કિનારા ને અડીને જે ગામો આવેલા છે ત્યાં આદિવાસી સમાજના લોકો રહેછે અને નર્મદાની સામે કિનારે રહેતા બોટ દ્વારા આવેછે અને અમારા આદિવાસી લોકોને ભોળવે છે અને ખ્રિસ્તી ધર્મમાં સમાવવાનો પ્રયાસ કરે છે સંતોના જણાવ્યા મુજબ નર્મદા કિનારા ના સામેના લોકો બોટ દ્વારા આવેછે અને એ સાંસ્કૃતિક કાર્યક્રમોના બહાને આવેછે અને ધર્માતરણો કરાવી રહ્યા છે એવોજ એક પ્રસંગ હાલમાં બનવા જઈ રહ્યો છે સાંકળીબારી ગામ માં હિન્દૂ સમાજના લોકો ભીલ આદિવાસી રહેછે એ લોકોને લોભ લાલચ અને ડર બતાવી ધર્માંતરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યાછે અને પચાસથી વધારે કુટુંબોનુ ધર્માતરણ થાય એવી શક્યતા છે એ કાર્યક્રમ કોઈ પણ જાતની પરવાનગી વગર થતો હોય છે ગુજરાતમાં દારૂબંદી હોય અને એ લોકો દારૂ માસ માટન નો પણ ઉપયોગ કરવાના હોય ગુજરાત સરકારના કાયદાનુ ઉલ્લંઘન કરતા હોય ધર્મ અને સમાજને પણ નુકશાન કરતા હોય એમને રોકવા માટે અમે આજે સાંકળીબારી ગામ ના ગ્રામજનો સરપંચો અને સંતો મહંતો ભેગા થઈ નસવાડી સેવા સદન ખાતે મામલતદાર શ્રીને અને નસવાડી પોલીસ સ્ટેશન માં પી.એસ.આઈ સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here