વિરમગામમાં હઝરત પીર મસ્તાન બાવાનો ઉર્ષ મુબારક યોજાયો

વિરમગામ, ફારૂક મદાર :-

હાલ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે દર વર્ષની જેમ રાબેતા મુજબ ઉજવવામાં આવ્યો હતો જેમાં સર્વે મસ્તાન બાવા ના ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિરમગામ ખાતે અહીં આવેલા મુનસર રોડ પર આવેલા મશહૂર ઓલિયા હઝરત મસ્તાન શાહ પીર બાવા નો ઉષૅ મુબારક દર વર્ષની જેમ રાબેતા મુજબ ઉજવવામાં આવ્યો હતો જેમાં દરગાહના ખાદીમ સહિત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હાલ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું જેમાં રાબેતા મુજબ સંદલ શરીફ માં કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ શ્રદ્ધાભેર સાથે કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરગાહના ખાદીમ મુસ્તફા બાપુ એ તમામ હાજરી આપનાર માટે હઝરત પીર મસ્તાન બાવા ની દરગાહ માં એકતાના પ્રતીક દુવાઓ કરી હતી ગત તારીખ 14- 11-2021 ને રવિવારના રોજ વિરમગામ ખાતે હઝરત પીર મસ્તાન બાવા ના ઉર્સ મુબારક મા રાબેતા મુજબના કાર્યક્રમો સફળતા પૂર્વક યોજાયા હતા જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ સમાજના કોમી એકતાના પ્રતીક આસ્થા સાથે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા જોવા મળી હતી જે તસ્વીરમાં નઝરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here