શહેરા : નરસાણા ગ્રામ પંચાયતના સરપંચ પ્રફુલભાઈ વણકરએ વીજવિભાગ બે ફરિયાદ કેન્દ્ર શરુ કરે, તેવી લેખિત રજુઆત કરી..

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા ગ્રામીણ વિસ્તારોમાં વીજપુરવઠો છાસવારે ડુલ થઈ જવાને કારણે જનતાનેભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે, વધુમાં શહેરા ખાતે આવેલી એમજીવીસીએલ ઓફીસ ખાતે નરસાણા ગામના સરપંચ પ્રફુલભાઈ વણકર દ્વારા જીઈબીને પંચાયતના લેટરપેડ પર લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
આવેદનપત્રમાં જણાવામા આવ્યુ છે કે શહેરા તાલુકમાં 44000 ગ્રાહકો છે,ઓફિસના ફરિયાદ કેન્દ્રમાં એક જ ટેલિફોનની સુવિઘા છે.ગ્રાહકને ફોન કરવો હોય તો વેઈટીંગ કરવુ પડે છે.અને કલાકો સુધી રાહ જોવી પડે છે,ગ્રાહકનુ બિલ ભરાય નહી તો તાત્કાલિક વીજ કનેક્શન કાપી નાખવામા આવે છે,અને ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફોન લાગતો નથી. આથી બે ફરિયાદ કેન્દ્ર ઉભુ કરવામા આવે તેવી અમારીમાંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here