નસવાડી ખાતે તમામ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત રીતે ઉજવી ઇદ ઉલ અઝહા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી ખાતે બકરી ઈદ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમા તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદુલ અઝહા ની નમાઝ અદા કરી એકબીજાને ભેટી ગળે મળી ઈદ ની શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી અને ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ પોત પોતાના ઘરે જઈ કુરબાની આપી તહેવાર મનાવ્યો હતો.
આમતો આજે દેશભર મા બકરી ઈદ ની ઉજવણી કરવામા આવી અને આજનો દિવસ ઈદુલ અઝહા ની પરંપરાગત રીતે ઉજવણી કરી અને ધાર્મિક શ્રધ્ધા અને ઉત્સાહ પૂર્વક ઈદ નો તહેવાર ઉજવાયો છે અને આજે ૨૯ જૂન ને ગુરૂવારે મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ની નમાઝ પઢીને બકરી ઇદની શુભેચ્છા આપી હતી

મુસ્લિમ ધર્મમા બકરી ઈદ ના તહેવારનુ ઘણુ મહત્વ છે આ તહેવારને બલિદાન નો તહેવાર પણ કહેવામાં આવે છે પવિત્ર રમઝાન ના સિત્તેર દિવસ પછી બકરી ઈદ ઉજવવામાં આવેછે જોકે બકરી ઈદ ની તારીખ ચંદ્ર દર્શન ના આધારે નક્કી કરવામાં આવે છે આમ બકરી ઈદ નુ મહત્વ છે અને નસવાડી ખાતે ઉત્સાહભેર બકરી ઇદની ઉજવણી કરવામા આવી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here