ઈદ હોય કે નવરાત્રી કે પછી હોય દિવાળી પોલીસ હંમેશા રહે એલર્ટ… વાહન ચેકિંગ અને ફ્રુટ પેટ્રોલિંગ કરતી વાંકાનેર પોલીસ

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

મોરબી જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં શાંતિ સમિતિ સાથે સર્વે હિન્દુ મુસ્લિમ સમાજ અને પોલીસ તંત્રનું સંકલન સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવતું હોય છે એમ હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે ઈદ હોય નવરાત્રી કે દિવાળી પોલીસ તંત્ર પ્રજાને રક્ષક તરીકેની આગવી ઓળખ પૂરી આપે છે તે વાતને કોઈ શંકાનું સ્થાન નથી તારીખ 29 6 2023 ના રોજ મુસ્લિમ સમાજની બકરી ઈદ નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર જિલ્લા પંથકમાં ત્રણ દિવસ અગાઉજ પોલીસ અને પ્રજાનું સંકલન સમિતિ ની રચના કરીને શાંતિ સમિતિ અને ફૂડ પેટ્રોલિંગ સહિત વાહન ચેકિંગ વિગેરે કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વાંકાનેરમાં ગત તારીખ 25 6 2023 થી સમગ્ર વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ ના ભાગે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુસર સતત હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મીટીંગ અને જાહેર માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તારીખ 28 6 2023 ના રોજ મોરબી નાયબ પોલીસ અધ્યક્ષક પી.એ. ઝાલા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક અને ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી જેમાં શાંતિ સમિતિની મીટીંગ બાદ ફૂડ પેટ્રોલિંગ પી.એ. ઝાલા સહિત વાંકાનેર સીટી પીઆઈ પી. ડી. સોલંકી અને તાલુકા પીએસઆઇ બી.પી. સોનારા અને ટ્રાફિક સમસ્યા હલ કરવામાં ટ્રાફિક અને વાહન ચેકિંગ કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં મહિલા પીએસઆઇ ડી.વી. કાનાણી સહિત સમગ્ર વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ કાફલા સમગ્ર વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ રહી કાયદો વ્યવસ્થાની સાથે સાથે પ્રજાના રક્ષક તરીકે બકરી ઈદ અંતર્ગત વાહન ચેકિંગ અને શાંતિ સમિતિની મીટીંગ અને ફ્રુટ પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here