નસવાડીની શ્રદ્ધા બાલવાડી ખાતે જન્માષ્ટમીની ધામ ધૂમથી ઉજવણી કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી ની શ્રદ્ધા બાલવાડી ખાતે જન્માષ્ટમી ની ઉજવણી નાના ભૂલકાઓ સાથે ધામધૂન થી ઉજવવામાં આવી. બાલવાડીના વિદ્યાર્થીઓ રાધાકૃષ્ણ બનીને આવ્યા હતા. આજે તમામ બાળકો ઉત્સાહમા હતા. શ્રદ્ધા બાલવાડીના અરુણા મેડમે બાળકોને આ કાર્યક્રમમાં ગરબા રામાડીયા હતા.બાલવાડી ના કેટલાક બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા હતા અને કેટલાક બાળકો રાધાકૃષ્ણ બનીને આવ્યા હતા બાલ વાળીના મેડમે જન્માષ્ટમી શું છે તેના વિશે થોડી માહિતી આપી હતી જેમાં જણાવવામાં આવ્યું કે જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ખુશીમાં ઉજવાય છે. શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના મથુરા જેલમાં રાત્રે થયો હતો. અમુક સ્થળો પર જન્માષ્ટમી ના તહેવાર પર મેળાઓ ભરાય છે. આ દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે અને શ્રીકૃષ્ણના ભજન કીર્તન કરે છે. જન્માષ્ટમીના દિવસે લોકો પોતાના ઘર તથા મંદિરોને ફૂલોથી સજાવે છે. મંદિરોમા શ્રીકૃષ્ણનો જન્મ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. મંદિરો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ થી ગુંજી ઊઠે છે. મંદિરોમાં આરતી થાય છે અને લોકો શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને પારણામાં ઝુલાવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને માખણ મિસરી અને પંજરીનો પ્રસાદ ધરાય છે. જન્માષ્ટમી પર માટલી ફોડના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર હોય છે. આવી મેડમ દ્વારા જન્માષ્ટમીની ટૂંકી માહિતી આપવામાં આવી હતી અને શ્રદ્ધા બાલવાળી ખાતે જન્માષ્ટમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here