નર્મદા વન વિભાગના મહિલા દબંગ RFO કર્મચારીઓએ જંગલ ચોરીના લાકડા ઝડપી પાડયા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

દેમોગરા બીટના જંગલમા પેટ્રોલીંગ દરમિયાન મહારાષ્ટ્ર બોર્ડર તરફ સાગી ચોરસાની હેરફેર કરતા વિરપ્પનો લાકડા ફેંકી ફરાર

વન વિભાગે રૂ॰ 58000 ની કિંમતનો 1.5 ઘન મીટર સાગી લાકડુ જપ્ત કર્યુ-આરોપી ઓને ઝડપવાના ચક્રો ગતિમાન

નર્મદા જિલ્લા વન વિભાગના સાગબારા રેન્જ અને સગાઈ રેન્જમા મહિલા RFO તરીકે ફરજ બજાવતા બે મહિલા અધિકારીઓએ મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર તરફે જંગલ ચોરીના લાકડાની હેરફેર થતી હોવાની બાતમી મળતા સંયુક્ત પેટ્રોલીંગ હાથ ધરી જંગલ ચોરીના લાકડા ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં મહિલા વન કર્મચારીઓની દબંગાઇની ચર્ચાઓ ચારેકોર થઇ રહી છે .

નર્મદા વન વિભાગમા સમાવિષ્ટ સાગબારા અને સગાઈ રેન્જના બે મહિલા વનકર્મીઓને મહારાષ્ટ્રની સરહદે આવેલ સાગબારા રેનજમાં હાલ નવા મહિલા RFO સપનાબેન ચૌધરી અને દેડીયાપાડા તાલુકાના સગાઈ રેન્જના મહિલા RFO ઉન્નતિબેન પંચાલને મળેલી બાતમીના આધારે ભારે વરસાદ વચ્ચે પણ પેટ્રોલીંગ કરી સાગબારાના દેવમોગરા બીટના જંગલોમાં મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર તરફ લાકડાની તસ્કરી થતી હોવાની બાતમી મળી હતી, જયા હિમ્મત પૂર્વક પહોંચ્યા હતા અને દેવમોગરા તરફે મહારાષ્ટ્રની બોર્ડર પાસે સંયુક્ત ઓપરેશન કરીને જંગલ ચોરીની 58 હજારની કિંમતના 10 નંગ સાગી ચોરસા 1.50 ઘન મીટરનો જથ્થો ઝડપી પાડયો હતો.

વન વિભાગના અધિકારીઓ પેટ્રોલીંગમા હોય પોતે ઝડપાઇ જસેના ભયને પામી ગયેલા જંગલ ચોરો સાગી ચોરસા મુકીને ફરાર થઈ ગયા હતા. હવે ફરાર થઈ ગયેલા લાકડા ચોરોને પકડવાના ચક્રો વનવિભાગે ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here