નર્મદા જીલ્લાની 149 ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ઉમેદવારની પસંદગીમાં ભાજપા મૂંઝવણમાં…

ડેડિયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

પુર્વ વન મંત્રી મોતિસિંહ વસાવા , જીલ્લા પંચાયત ના બે પુર્વ પ્રમુખો શંકર વસાવા, મનજી વસાવા સહિત નાઓ વચ્ચે ટિકિટ માટે કાંટા ની હરીફાઈ

ગુજરાત વિધાનસભા ની ચુંટણી ઓનો ધમધમાટ શરૂ થતાં રાજકિય પક્ષો પોતાનાં ઉમેદવાર જાહેર કરવાની કવાયદ મા લાગ્યા છે ત્યારે નર્મદા જીલ્લા ની 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે ભાજપ ના ઉમેદવાર તરીકે ડૉ. દર્શનાબેન દેશમુખ ની જાહેરાત કરવામાં આવી છે,ત્યારે હજી 149 ડેડિયાપાડા વિધાનસભા બેઠક માટે ના ઉમેદવાર જાહેર કરવામાં ભાજપા એ સમય લીધો છે, અને હજી સુધી જાહેરત કરવામાં આવી નથી.

ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર BTP સાથે છેડો ફાડી ને આમ આદમી પાર્ટી મા જોડાયેલ ચૈતર વસાવા ને આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, તેઓ આદિવાસી વિસ્તારોમાં સારી પકડ ધરાવે છે, હાલ ઍક પ્રબળ અને મજબુત ઉમેદવાર તરીકે ઉપસી આવ્યા છે ત્યારે અન્ય રાજકિય પક્ષો માટે ભારે મુંજવણ ઉભી થઇ છે,આ બેઠક ઉપર અગાઉ BTP નાં મહેશ વસાવા ધારાસભ્ય તરીકે હજી ચાલુજ છે પરંતુ ચૈતર વસાવા ની આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે જાહેરાત થતાં મહેશ વસાવા ને ડેડીયાપાડા છોડવું પડ્યું છે, તેઓ ઝઘડિયા થી તેમનાં પિતા ધારાસભ્ય છોટુભાઇ વસાવા ની બેઠક પરથી ચૂંટણી લડશે ની જાહેરાત કરવામાં આવી છે.

હજી સુધી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી!! હા BTP એ પોતાનાં પર છોટુભાઇ વસાવા માત્ર પરીવાર નેજ પ્રોત્સાહન આપતા હોવાનાં આરોપો આદિવાસી સમાજ દ્વારા લાગતા BTP એ ડેડિયાપાડા બેઠક બહાદુર વસાવા ને ફાળવી છે.

જોકે આ મામલે હજી પણ BTP અને ભાજપા વચ્ચે સમાધાન બેઠકો માટે સધાય ની ચર્ચાઓ ચાલી રહી છે, જો આવું થાય તો ડેડીયાપાડા બેઠક પર પુનઃ મહેશ વસાવા આવી જાય અને ઝઘડિયા વિધાનસભા ની બેઠક ભાજપા ના ફાળે જાય પરંતુ આ તો લોકો ની વાતો છે, સમય ઘણો વહી ગયો છે, એટલે સક્ય લાગતું નથી!!પણ રાજરમત છે.

ભાજપા ના ઉમેદવાર તરીકે ડેડીયાપાડા બેઠક માટે પુર્વ વન મંત્રી મોતિસિહ વસાવા, શંકરભાઈ વસાવા, મનજીભાઈ વસાવા સહિત ફૂલસિંગ વસાવા દાવેદારો મનાઈ રહયા છે ત્યારે જોઇએ આમાંથી કોઈ ની પસંદગી થાય છે કે પછી કોઈ નવોજ ચેહરો ભાજપા ઉમેદવાર તરીકે મેદાન મા ઉતરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here