લોકોને લાલચ આપી ઠગાઈ કરી ગુનાઓ આચરતો વોન્ટેડ આરોપી સિદ્ધપુર પોલીસે ઝડપી પાડ્યો…

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પાટણ,બનાસકાંઠા, મહેસાણા જિલ્લાઓમાં અલગ-અલગ ગુન્હાઓ આચરી તેમજ અસંખ્ય પકડ વોરન્ટ ઈસ્યુ થયા હોવા છતાંય નાસતો-ફરતો સિદ્ધપુરની ગુલિસ્તાપાર્ક સોસાયટીમાં રહેતો મૂળ બનાસકાંઠાના થલવાડાનો આરોપી વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો..

સિદ્ધપુર પીઆઈ જે.બી. આચાર્ય તેમજ સ્ટાફના માણસો બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે સિદ્ધપુર પોલીસ મથકે ઈપીકો કલમ ૪૦૬,૪૨૦ ના ગુના સબબ નું પકડ વોરન્ટ ઈસ્યુ થયા બાદ નાસતો-ફરતો તેમજ અલગ-અલગ નામદાર કોર્ટ ના બિનજામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ થયા બાદ પણ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ખાનગી વાહનમાં સિદ્ધપુર તરફ આવી રહ્યો છે.આથી પોલીસે વાહન ચેકિંગ વોચ તપાસમાં સદર આરોપી દોલતખાન ઉર્ફે રફીકખાન અહેમદખાન પઠાણ,ઉ.વ.૪૭,રહે. સિદ્ધપુર ગુલીસ્તાપાર્ક સોસાયટી,મૂળ રહે. થલવાડા,તા.વડગામ, જિ.બનાસકાંઠાવાળાને ઝડપી પૂછપરછ કરતા તેણે અલગ-અલગ ચાર ગુન્હા ઓમાં તેમજ એકવીસ જેટલા પકડ વોરન્ટમાં નાસતો-ફરતો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.પાટણ,બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અલગ-અલગ એમ.ઓ. વાપરી ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપીને ઝડપી સિદ્ધપુર પીઆઈ અને તેમની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.અત્રે નોંધનીય છે કે સિદ્ધપુર ખાતે પીઆઈ જે.બી.આચાર્ય હાજર થયા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મહદઅંશે સુધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here