નાંદોદ વિધાનસભાની ચુંટણીમા પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને ટિકિટ ના મળતા કાર્યકરો ટેકેદારોમાં રોષ…

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

હર્ષદ વસાવાના સાલા ના નિવાસ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા બળવાના એંધાણ

ભાજપા ના તમામ હોદ્દાઓ પર થી રાજીનામા ધરી ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકરો નો દબાણ

શું હર્ષદ વસાવા ભાજપા ને પડતું મુકી ઉમેદવારી નોંધાવશે ??

ભારતિય જનતા પાર્ટી એ આજે પોતાનાં 160 ઉમેદવાર ની જાહેરાત કરતાં નાંદોદ વિધાનસભા બેઠક માટે ના પ્રબલ દાવેદાર માનવામાં આવતાં પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા ને ટિકિટ ફાળવવામાં ના આવતાં સમગ્ર જીલ્લા માં તેના ઘેરા પ્રત્યાઘાતો કાર્યકરો મા પડી રહેલા જૉવા મળ્યા હતા, નાંદોદ 148 વિધાનસભા બેઠક માટે ના ઉમેદવાર તરીકે ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપર પસંદગી નો કળશ ભાજપા એ ઢોળ્યો છે, જેથી પક્ષ ના જૂના અને દાયકાઓથી પાર્ટી નું કામકાજ કરતાં કાર્યકરો રોષે ભરાયેલા જૉવા મળી રહયા છે, હર્ષદ વસાવા ના સાલા ના નિવાસસ્થાને તેઓને ટિકિટ ફાળવવામાં ના આવતાં સહાનુભૂતિ વ્યક્ત કરતાં કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં જૉવા મળ્યા હતા,

હર્ષદ વસાવા ની બાદબાકી કરવાનું ભાજપા માટે કપરું પણ સાબિત થાય તો નવાઈ નહી !! કારણ પણ સ્પષ્ટ છે હર્ષદ વસાવા ને ટેકેદારો ચૂંટણી માં ગમે તે ભોગે જંપ લાવવા નો દબાણ કરી રહ્યા છે, અને તેનું કારણ તેઓની બહુમુખી પ્રતિભા રહ્યુ છે લોકો સાથે કાર્યકરો સાથે નો વાણી વહેવાર મુખ્ય છે, તેઓ બે વાર ધારાસભ્ય તરિકે ચૂંટાયા પણ છે,અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી, જ્યારે તેઓનાં સ્થાને ભાજપા એ પસંદ કરેલા શબ્દશરણ તડવી ઍક વાર જીત્યા છે અને એકવાર હાર્યા પણ છે. જેથી આ વખતે હર્ષદ વસાવા ને પાર્ટી ટિકિટ આપસેજ નું ચર્ચાયેલ હતું પરંતુ ભાજપા સંગઠન ના કેટલાક હોદ્દેદારો તેમજ આદિવાસી બેલ્ટ ના ઍક સાંસદ સાથે ગજગ્રાહ ચાલતો હોય ને તેમનાં દબાણ માં ટિકિટ કપાઈ હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે.

હવે હજી સુધી કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવારના નામ ની નાંદોદ વિધાનસભા ની ચુંટણી મા જાહેરાત કરવામાં આવી નથી, તો શું હર્ષદ વસાવા તેમનાં ટેકેદારો સાથે બળવો કરી કાઁગ્રેસ નું દામન ઠામશે કે પછી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાન મા ઝુકાવે છે એ જોવું રહ્યું.

હાલ તો તેમના સમર્થકો મા ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને હર્ષદ વસાવા ને ગુજરાત પ્રદેશ આદિજાતી મોર્ચા ના પ્રમુખ સહિત તમામ હોદ્દાઓ ઉપર થી પણ રાજીનામા ધરી ચૂંટણી માં ઝુકાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે, ત્યારે થોડાક જ સમયમાં તમામ બાબતો ની ખબર પડશે.જો હર્ષદ વસાવા અપક્ષ ઉમેદવારી પણ નોંધવે તો ભાજપા એ નાંદોદ વિધાનસભા બેઠક ઉપર થી હાથ ધોઈ નાખવા નોજ વારો આવે એવી પરિસ્થિતિ નું હાલ તો નિર્માણ થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here