બોડેલીનાં કુબેરનગરનો યુવાન અલ્ફાઝ હુસેન મુખ્તાયાર ભાઈ મનસુરી ગુમ થતા પરિવાર દ્વારા બોડેલી પોલીસને કરાઈ જાણ..

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીની કુબેર નગર સોસાયટીમાં વસવાટ કરતો એક યુવાન ગઈ કાલે સાંજે પોતાના ઘરેથી કયાંક ચાલ્યા જતા તેમના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે આ યુવાનનો ફોટો, વર્ણન મેળવી તેની શોધખોળ શરૂ કરી છે.
બોડેલી ની કુબેરનગર સોસાયટીમાં વસવાટ કરતા અલ્ફાઝ હુસેન મુખત્યારભાઈ મનસુરી નામના છવ્વીસ વર્ષનો યુવાન ગઇકાલે સવારે સાડા નવ વાગ્યાનાં અરસામાં ઓફિસ જવાનુ કહી ઘરેથી નીકળ્યો હતો અને સાંજે ચાર વાગે ઘરે પરત આવી બાથરૂમ માં હાથ પગ ધોઈ આગળ આવેલ રૂમ માં ગયા બાદ કઈ પણ કીધા વગર જતો રહ્યો હતો સાંજે છ વાગે તેના ભાઈ મૂંન્તજીદ ના છોકરાને મદ્રેસા માં જવાનુ હોય મૂન્તજીદ ની પત્નિ દિલસાબાનું આગળ ના રૂમ માં આવેલ ડ્રોવર માંથી ટોપી લેવા માટે ડ્રોવર ખોલતા એક ચીઠી મળી આવી હતી તેમાં યુવાને જણાવ્યું હતું કે મમ્મી મારાં થી હવે સહન નથી થતું એટલે હવે મેં નક્કી કરી લીધું છે કે મને મરવા સિવાય કોઈ રસ્તો નથી કેમકે બધા ઓફિસે આવી ધમાલ કરે છે વગેરે લખાણ વાળી ચીઠી મળી આવેલ હતી. ઘરના પરિવાર જનો એ આજુબાજુ તેમજ સગા સબંઘી ના ઘરે તપાસ કરી પરંતુ તે મળી આવેલ ન હતો. પરિવારજનોએ પોલીસ ને જણાવ્યા મુજબ યુવાને આછા બદામી કલર નું શર્ટ તેમજ કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલું હતું યુવાન ની માતા એ વધુ તપાસ માટે બોડેલી પોલીસ સ્ટેશન માં અરજી કરતા બોડેલી પોલીસે સુસાઇટ નોટ મેળવી વધુ તાપસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here