વેજલપુર બાયો ડીઝલના પ્રકરણમાં આવશ્યક ચીજ વસ્તુઓની જોગવાઈઓના ભંગ બદલની પોલીસ ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

એસઓજી પોલીસ દ્વારા વેજલપુર પોલીસ મથકે પંપ માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

કાલોલ તાલુકાના વેજલપુર ગામે હોટલ સહયોગ નજીક આવેલો બાયો ડીઝલ પંપ ના માલિક સાદિક તૈયબ યુસુફ ગોરા રે મોહમ્મદી મોહલ્લા ગોધરા દ્વારા પતરાના મોટા શેડ બનાવી તેની નીચે મોટા સફેદ કલરના લોખંડના ટાકા મૂકી તેમાં ડીઝલ જેવું પ્રવાહી બાયો ડીઝલ મળી આવેલ જે બાબતે બાયોડીઝલ ના વેચાણ માટે સક્ષમ સત્તાધિકારી ની પરવાનગી નું કોઈ જ લાયસન્સ લીધેલ નહોતું (પેટ્રોલિયમ) એક્સપ્લોઝિવ લાયસન્સ પણ મેળવેલ ન હતું, ફાયર એન્ડ સેફ્ટી કોઈ કાળજી લેવાઈ ન હતી ,સ્ટોરેજ પરવાનો મેળવેલ ન હતો. આ ઉપરાંત પંપ ચલાવવાનો પરવાનો પણ મેળવેલો ન હતો આમ સમગ્ર રીતે સાદીક તૈયબ યુસુફ ગોરા એ પોતાના આર્થિક લાભ મેળવવા માટે પોતાની માલિકીની જગ્યાએ એસ.ટી ગોરા નામનો બાયો ડીઝલ પંપ ચલાવી તેનું વેચાણ કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી ,જમીન નો હેતુફેર કરાવ્યા વિના, વડોદરા ગોધરા હાઇવે ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી ની કોઈપણ જાતની એન.ઓ.સી લીધા વગર વેચાણ કરી ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા પુરવઠા અધિકારીની મંજૂરી મેળવ્યા વગર ધંધો શરૂ કરી અને વેજલપુર ગ્રામ પંચાયત પાસેથી પણ કોઈપણ જાતનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવેલ નથી અને સરળતાથી હેરફેર થઈ શકે તેવું સળગી ઊઠે તેવું બાયોડીઝલ પરવાનગી વગર વેચાણ કરતા લોકોની જીંદગી જોખમમાં મૂકાય તેવું જાણવા છતાં પણ બેદરકારી રાખી જ્વલનશીલ પ્રવાહી બાયો ડિઝલનો જથ્થો પોતાના શેડ માં ખુલ્લા બેરલો માં મૂકી અગ્નિ શામક અને સેફ્ટીના સાધનો વગર આ પ્રવાહી રાખી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ આદેશ ૧૯૭૭ ની જોગવાઈઓનો ભંગ કરતા કલમ ૩, ૭ ,૧૧ મુજબ અને ભારતીય દંડ સંહિતાની કલમ ૨૮૫ મુજબ ની ફરિયાદ પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાના હેડ કોન્સ્ટેબલ દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવતા વેજલપુર પોલીસ ના પીએસઆઇ એન એમ રાવત દ્વારા તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here