નર્મદા જીલ્લાના ગૌરવને વધારતો આદિવાસી વિસ્તારનો વિદ્યાર્થી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડાની પાર્થ અંગ્રેજી માધ્યમ શાળાનો વિદ્યાર્થી રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટીમાં ગુજરાત રાજ્યમાં 141માં ક્રમાંકે -નર્મદા જીલ્લા મા પ્રથમ

નર્મદા જિલ્લામાં જનરલ કેટેગરીના 144 વિધાર્થીઓ પાસ થયા

તાજેતરમાં જ લેવાયેલ રાષ્ટ્રિય પ્રતિભા શોધ ની પરીક્ષા લેવાઇ જેમાં આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે ની પાર્થ અંગ્રેજી માધ્યમ ની શાળા મા અભ્યાસ કરતા સ્વસ્તિક સત્યાનલાયન સીંગ નામના વિદ્યાર્થી એ સમગ્ર રાજ્યમાં 141 મો ક્રમાંક જનરલ કેટેગરી ની પરીક્ષા મા પ્રાપત કરી તેમજ જીલ્લા પ્રથમ ક્રમાંક મેળવી આદિવાસી વિસ્તારોમાં પણ પ્રતિભાવંત વિદ્યાર્થીઓ હોવાની પ્રતિતિ કરાવી છે.

નર્મદા જિલ્લાની અલગ અલગ શાળામાંથી કુલ 248 વિદ્યાર્થી ઓએ અરજી કરેલ હતી જેમાંથી 222વિધાર્થીઓ હાજર રહ્યા હતા 26 વિધાર્થીઓ ગે.હા. રહ્યા હતા, જે પૈકી 163 વિદ્યાર્થીઓ પાસ થયા જેમાં માત્ર એક વિદ્યાર્થી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ની પાર્થ વિદ્યાલય અંગ્રેજી માધ્યમનો વિધાર્થી મેરિટમાં નર્મદા જિલ્લા ખાતે પ્રથમ આવ્યો હતો.

રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી માં ગુજરાત રાજ્યમાંથી કુલ 28468 વિધાર્થીઓ જેમાંથી2368 વિધાર્થીઓ હાજર રહ્યા હતા કુલ ગે.હા.4782 જેમાંથી 18822 વિધાર્થીઓ પાસ તેમજ મેરિટમાં આવનાર ગુજરાત રાજ્યમાં368 જેમાંથી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ની પાર્થ વિદ્યાલય અંગ્રેજી માધ્યમનો વિધાર્થી મેરિટમાં નર્મદા જિલ્લા ખાતે માત્ર એક વિદ્યાર્થી પ્રથમ આવી જીલ્લા નુ નામ રોશન કર્યું છે. ટ્રાયબલ એરિયામાં આવેલ પાર્થ વિદ્યાલય અને તેના વિદ્યાર્થી એ શાળા અને નર્મદા જિલ્લાનું નામ નહિ પરંતુ સમગ્ર ટ્રાયબલ વિસ્તાર ની નામના વધારી છે , અને આદિવાસી એરિયામાંથી આવનાર વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

દેડિયાપાડાના ટ્રાયબલ એરિયામાં દૂર દૂર સુધી અંગ્રેજી માધ્યમ શાળા ન હોવાથી અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ સંસ્થા અતૂટ પ્રયત્ન કરી અંગ્રેજી માધ્યમ ની શાળાને સાર્થક બનાવી છે જે શાળાનું રિઝલ્ટ છેલ્લા ત્રણ વર્ષથી 80% જેની નોંધ નર્મદા જીલ્લા ના શિક્ષણ વિદો સહિત જીલ્લા શિક્ષણાધિકારી એ પણ લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here