પંચમહાલ : ગોધરા નગરમાં “ખેલા હોબે” દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા તૂણમુલ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન રચના કાર્યક્રમ યોજાયો…

ગોધરા,(પંચમહાલ) કાસીમ ખાતુડા :-

પ્રવર્તમાન સમયમાં સમસ્ત દેશ સહિત ગુજરાત રાજ્યની ભોળીભાળી પ્રજા પણ કોરોનાના પ્રકોપનો સામનો કરી માંડ શાંતિ અનુભવી રહી હતી એવામાં બેરોજગારી અને મંદીએ પોતાનો કાળો કહેર પ્રસરાવી દીધો છે, તેમછતાં આવી કપરી પરિસ્થિતમાં પણ કરકસર કરી માંડ રાહતની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને દિનપ્રતિદિન એટલે કે અતિશય વધી રહેલ મોંઘવારીએ ફરી એક વખત અસમંજસમાં મૂકી દીધા છે.

આજે પેટ્રોલ, ડીઝલ સહિત તેલ અને ગેસના વધતા ભાવો પોતાનો કાળો ઇતિહાસ રચી રહ્યા છે, અને સરકાર જાણે કે સામાન્ય નાગરિકોની બચતભંગ કરવાની નેમ લઈ મેદાને ઉતરી હોય એવું લાગી રહ્યું છે, હાલમાં દરેક ક્ષેત્રે વધી રહેલ મોંઘવારીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમછતાં સત્તાપક્ષની સાથો સાથ વિરોધપક્ષ પણ આંખ આડા કાન કરી બેઠું છે અમુક સમયે તો સત્તા પક્ષ કોન્ટ્રાકટર અને વિરોધ પક્ષ ઠેકેદારો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે.

ગુજરાતમાં એકધારી શાસન કરનાર સત્તાપક્ષ માટે ગુજરાતની જનતા મજાક બની ગઈ હોય એવી લોકચર્ચાઓ ચારેકોર ચર્ચાઈ રહી છે પરંતુ હવે જનજનની પીડાનો અંત આણવા ભારતની કહેવાતી વાઘણ એવા મમતા દીદીએ સમગ્ર રાજ્યમાં પોતાના સૈનિકો ગોઠવી દીધા છે અને દીદીના એ તમામ કર્મવીર સૌનિકો રાજ્યના ખૂણે ખૂણામાં પહોંચી ગુજરાત માટે એક મજબૂત વિકલ્પ ઉભો કરવાની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે, જેને અનુરૂપ ગતરોજ પંચમહાલ જિલ્લાના પાટનગર એવા ગોધરા નગરમાં ઓલ ઇન્ડિયા તૂણમુલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના કન્વીનર શ્રી જીતેન્દ્ર કુમાર ખડાયતાના અધ્યક્ષ સ્થાને ઓલ ઇન્ડિયા તૂણમુલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ખેડા જિલ્લાના પ્રમુખ તથા ત્રણ વખત અલગ અલગ મત વિસ્તારમાંથી વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા એવા નવીનભાઈ બારોટ ઓલ ઇન્ડિયા તૂણમુલ કોંગ્રેસમાં જોડાયેલ છે તેમજ સામાજિક ક્ષેત્રે તથા પત્રકારત્વ જગતમાં મોટું નામ ધરાવનાર એવા સપ્તાહિકના તંત્રી અને અલગ અલગ મત વિસ્તારમાંથી વિધાનસભાના ઉમેદવાર બની લોકસેવામાં નામના મેળવનાર તેમજ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા શ્રી વિષ્ણુભાઈ દવે પણ ઓલ ઇન્ડિયા તૂણમુલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તદઉપરાંત ભૂતપૂર્વ ડેપ્યુટી કલેકટર નવીનચંદ્ર પંડિત, ગુજરાત રાજ્યના ધર્મપત્ની શ્રીમતી કામિનીબેન પંડિત જેઓ નડિયાદ શહેર બીજેપીના ભૂતપૂર્વ મહિલા શહેર પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલના આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લાના મહિલા પ્રમુખનો પદભાર ત્યાગી સત્તાવાર રીતે ઓલ ઇન્ડિયા તૂણમુલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તથા પંચમહાલ જિલ્લાના ખ્યાતનામ સમાજ સેવક અને કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકર એવા ગરો દીનેશકુમાર પણ વિધિવદ રીતે ઓલ ઇન્ડિયા તૂણમુલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. સાથે સાથે અરવલ્લી જિલ્લામાં લોકસેવામાં સર્વસ્વ ત્યાગનાર અને વિદ્યાર્થી મિત્રોના પ્રખર ટેકેદાર કહેવાતા સમીર કુમાર પંડ્યા સહિત જાદવ આશુતોસ પણ ઓલ ઇન્ડિયા તૂણમુલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here