છોટાઉદેપુર : મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી પીડિત મહિલાઓની સાચી સહેલી : “181” અભયમ મહિલા હેલ્પ લાઇન છોટાઉદપુર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામમાં માં આંગણવાડી પાસે એક મહિલા ઘરે થી નીકળી આવેલ હતી મહિલા ઘર પરિવાર ને છોડી ને આવેલ પરત જવા માગતા ના હતા જેથી માસીને ઘરે જવા નીકળ્યા હતા. એકલી મહિલા ને 8 માસનું બાળકને નિરાધા બેઠેલા જોઈને સેવા ભાવિ વ્યક્તિ એ ૧૮૧ મા કોલ કરી મહિલા ની સમસ્યા જણાવી હતી.
૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલા ની સમસ્યા સાંભળી હતી પીડિત મહિલા સુરેન્દ્રનગર માં સાસરી અને છોટાઉદપુર જીલ્લાનાં જનીયારા ગામમાં પિયર જણાવતાં તેમના પરિવારના સાથે સુખદ મિલન કરાવ્યું. મહિલા પર હાથ ઉપાડતા હતા શંકા કરતા – વહેમ કરતા હોવાથી મહિલા ને પતિ એ ઘરના ઘરથી નીકળી આવેલ હતા. અને પીયર માં રેહતા હતા. મહિલા નો ભાઈ સાથે ઝગડો થતાં પિયર થી પણ નાનું બાળક લઈને મહિલા ઘરે થી નીકળી આવેલ રાત્રી સમય થઈ ગયેલ હોવાથી મહીલાને એક સેવાભાવી પરિવાર દ્વારા પોતાના ઘરે રાખી બીજા દિવસે મહિલા ને માસીના ઘરે જવામાંટે રિક્ષા માં બેસાડી હતી.પરંતુ મહિલા બીજા ગામ માં ઉતરી ગયેલ હોવાથી માસી નું ઘર ના મળતા રસ્તા માં નાનું બાળક લઈને બેઠા હતા. ત્યાં આગણવાડી કાર્યકર બહેને જોતા ૧૮૧ ટીમે ની મદદ માગી 181 દ્વારા મહિલા નું કાઉસેલિંગ કરી ને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ મહિલા ને પરિવાર ની લાગણી અને પ્રેમ ની સબંધો ની સમજ આપતા .મહીલાને પિયર માં પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યુ હતું. પરિવારને મહિલા અને બાળકની યોગ્ય કાળજી અને ધ્યાન રાખવાની સહલા આપી હતી. પરિવારજનો એ 181 ટીમ નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here