રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીઓમા ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસ સુધી 144 ફોર્મ ભરાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

નગર પાલિકા ના 7 વોર્ડ ની 28 બેઠકો માટે ઉમેદવારો ચુંટણી લડવા તત્પર

ભાજપા કોગ્રેસ માટે અપક્ષો બન્યા શીરદૃરદ સમાન બનને પક્ષો મા બળવાખોરો પણ ઉતરા મેદાનમાં

રાજપીપળા નગરપાલિકાની ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખે આજરોજ સુધી નગરપાલિકા મા ચુંટણી લડવા માટે 144 ઉમેદવારો એ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે .

નગરપાલિકાના કુલ 7 વોર્ડ માટે ની 28 બેઠક માટે તા 28 મી ના રોજ ચુંટણી યોજાનાર છે જેમાં સત્તાધારી ભાજપા અને કોગ્રેસ પાર્ટી એ પોતાના ઉમેદવારો ને મેન્ડેટ આપી ચૂટણી જંગ મા ઉતાર્યા છે તો નગરપાલિકાના પુર્વ સદસય નિલેષભાઈ અટોદરિયા એ અપક્ષ ઉમેદવારો ની પેનલ બનાવી ને 20 જેટલા ઉમેદવારો ને વિવિધ વોર્ડ મા ઝુકાવ્યું છે.તો ભાજપ અને કોંગ્રેસ ના અંસંતુષટો જેમને પાર્ટી એ પોતાના ઉમેદવારો તરીકે જાહેર કરેલ નથી તેઓ પણ પક્ષ સાથે બળવો કરી ચુંટણી જંગ મા કુદયા છે.

રાજપીપળા નગરપાલિકા ની ચૂંટણી ઓ મા કાયમ અપક્ષો નો દબદબો રહયો છે તયારે ગત શાસકો સામે તેમની કામગીરી માટે ભારે અસંતોષ નગરજનો મા ફેલાયેલો છે જેમાં સત્તા ધારી ભાજપા સહિત કોગ્રેસ નો પણ સમાવેશ થાય છે, ત્યારે આ વખત ની ચુંટણીઓ મા મતદારો નુ મન કળવું ભારે મુશ્કેલી ભર્યુ બનેલ છે.

નગરજનો સવચચછ છબી ધરાવનાર વ્યક્તિ ઓ મા વિશ્રવાસ વ્યકત કરી રહયા છે તયારે અમુક વોર્ડ કે જે ભાજપા ના ગઢ ગણાતા હતા અને અમુક વોર્ડ જે કોગ્રેસ ના ગઢ ગણાતા ત્યા પરિસ્થિતિ બદલાઇ છે અણધાર્યા પરિણામ વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 સહિત વોર્ડ નંબર 6 અને 7 મા આવવાની શક્યતા ઓ ને નકારી શકાય નહીં.

વોર્ડ નંબર 4 ભાજપા નુ ગઢ ગણાય પરંતુ આ વોર્ડ મા 1000 ની આસપાસ વણિક મતદારો તેમજ 500 ની આસપાસ બારોટ મતદારો હોવા છતાં ભાજપા ની આ પરંપરાગત ગણાતી મત બેંક ની ઉપેક્ષા ભાજપા દ્વારા કરવામાં આવી છે આ સમાજ ને પ્રતિનિધિત્વ આપવામાં જ ન આવતા તેની સીધી અસર પરિણામો ઉપર આવે તો તે ચોકાવનારી નહીં હોય !! એજ રીતે વોર્ડ નંબર 6 એ પણ ભાજપા નો ગઢ ગણાય પરંતુ અહીંયા ઓદિતય ટોળક બ્રાહ્મણો ની ઉપેક્ષા કરી ભાજપા એ નિમેષ પંડ્યા ની ટિકિટ કાપતા મતદારો મા અસંતોષ જોવા મળયો છે. વોર્ડ નંબર 5 કે જે કોગ્રેસ ના ગઢ ગણાતા વોર્ડ મા સમાવિષ્ટ થાય છે ગત વખતે ભાજપા એ આ વોર્ડ માથી 2 સીટો મેળવી હતી જે તેને સત્તા સુધી લઇ ગઇ હતી, આ વખતે આ વોર્ડ મા જ્ઞાતિ જાતી ના સમિકરણો ને ધ્યાન મા રાખ્યા વિના જ સામાન્ય સ્ત્રી બેઠક ઉજળીયાત વર્ગ ના મહિલા ને ફાળવવાને બદલે આદિવાસી મહિલા ને આપી દેવાઈ જોકે ગઇ ચુંટણી મા પણ આમ કર્યુ હતુ જેથી ઉજળીયાત વર્ગ મા ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 5 લધુમતી ઓના સહુથી વધુ મત ધરાવતો વોર્ડ હોય ભાજપા લધુમતી ને ઉમેદવાર જાહેર કરસે એવું લાગતું હતું પરંતુ લધુમતી સમાજ ની પણ ઉપેક્ષા કરાતા ઇરફાન આરબે બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ વોર્ડ માથી સહુથી વધુ 28 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

જયાંરે વોર્ડ નંબર 7 મા ભાજપા એ કોગ્રેસ ના આયાતી ઉમેદવારો ને ટિકિટ ફાળવી દેતા મહિલા મોરચા ના સરોજબેન તડવી એ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે .

આજે ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ દિવસ કુલ 144 ફોર્મ ભરાયા હતા .જેમાં વોર્ડ નંબર 1 મા 23 વોર્ડ નંબર 2 મા 14 , વોર્ડ નંબર 3 માથી 21 , વોર્ડ નંબર 4 મા થી 22 , વોર્ડ નંબર 5 માથી સહુથી વધુ 28 ઉમેદવારી ફોર્મ અને વોર્ડ નંબર 6 માથી 18 અને વોર્ડ નંબર 7 માથી 18 ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here