નર્મદા જિલ્લામાં 300 આંકડો પાર, કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 319 પર પહોંચી

નિવૃત્ત RFO યોગીરાજ સિંહ ગોહિલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ નિધન થયું

આજે રાજપીપળામાંથી 13 પોઝિટિવ કેસો મળી આવ્યા જીલ્લામાં આજ રોજ 26 પોઝિટીવ કેસ નોંધાયા

RT PCR ટેસ્ટીંગમાં 25 પોઝિટિવ જયારે True Nat પોઝિટિવનો એક કેસ નોંધાયા

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસોના મામલે પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. દરરોજ પોઝિટિવના દર્દીઑની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજરોજ જીલ્લામાંથી વધુ 26 પોઝિટિવ કેસો નોધાયા હોવાનું આરોગ્ય વિભાગના એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. કશ્યપ દ્વારા જાણવા મળેલ છે.

નર્મદા જિલ્લામાં 8 મી જુલાઇ સુધી માત્ર 103 જ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં સતત વધારો થતાં છેલ્લા 18 દિવસોમાં જ આકડો 319 ઉપર પહોંચી ગયો છે.એટલે કે માત્ર છેલ્લા 18 દિવસોમાં 216 પોઝિટિવ કેસો મળી આવ્યા છે. જે ખુબજ ગંભીર બાબત છે અને ચિંતાનો વિષય બનેલ છે.

નિવૃત્ત RFO યોગીરાજ સિંહ ગોહિલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ નિધન થયુ તેેમની તસ્વીર

રાજપીપળા નગરમાં પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે તેવા સમયે કેટલાક લોકો મોતને ભેટ્યા છે સત્તાવાર રીતે આરોગ્ય વિભાગ દ્વારા આંકડા બહાર પાડવામાં ગલ્લા-તલ્લા કરાયા છે. આજે જ નગરના એક વેપારી સનતભાઇ સોમાભાઈ માલીનું કોરોના પોઝિટિવ કેસ ગઇકાલે જ આવેલ અને મોત નિપજ્યું છે.

રાજપીપળામાંથી આજે પણ 13 પોઝિટિવ કેસો મળી આવ્યા છે.જેમા
1 ) નિવૃત્ત RFO યોગીરાજસિહ ગોહિલ એમ.વી.રોડ
2 ) ઝાકીર ગુલામનબી શેખ રહે રાજપીપળા
3 ) ઇર્શાદ ઝાકીર શેખ રાજપીપળા
4 ) જયંતિભાઈ શંકરભાઈ કાછીયા રાજપીપળા
5 ) પૃથ્વીરાજ જયેન્દ્રસિંહ માત્રોજા પંચવટી સોસાયટીમાં રાજપીપળા
6 ) ચંપકભાઈ ફતેસીગ વસાવા પોલીસ સ્ટેશન રાજપીપળા
7) મહેન્દ્ર વેનજીભાઇ ચોધરી ટેકરા પોલીસ સજપીપળા
8 ) રાજેન્દ્ર ઉકડીયાભાઈ વસાવા ટેકરા પોલીસ લાઈન
9 ) સમીરભાઈ નરેશભાઈ વસાવા પોલીસ સ્ટેશન રાજપીપળા
10 ) ધવલભાઇ વાડીલાલ પટેલ પોલીસ સ્ટેશન
11 ) આતિશભાઇ દિલીપભાઇ પટેલ કાછીયાવાડ રાજપીપળા
12 ) નિશાબેન સતીશભાઈ પટેલ કાછીયાવાડ રાજપીપળા
13 ) ગોરવભાઇ અરવિંદભાઈ માછી લીમડાચોક રાજપીપળા નાઓ નો સમાવેશ થાય છે. જયારે
14 ) જાનવીબેન દક્ષેશભાઈ પટેલ
15 ) માત્ર 7 જ મહિના ની વયનો વંશ દક્ષેશભાઈ પટેલ બનને રહે.લાછરસ
16 ) હેત પરશાતકુમાર કનાલી
17 ) ચંદ્રિકાબેન પરશાતકુમાર કનાલી
18 ) મમતાબેન મેમનભાઇ વસાવા ત્રણેય રહે. બિતાડા
19 )ભાવિકા રમેશભાઈ બારવડીયા રહે કરજણ કોલોની વડીયા
20 ) દિનેશ વાલજીભાઈ વસાવા રુષીબંગલો દેડિયાપાડા
21 ) સરોજ વિક્રમભાઈ તડવી વચલુ ફળીયા તિલકવાડા
22 ) ધવલભાઇ વિક્રમભાઈ તડવી તિલકવાડા
23 ) માલીબેન મયજીભાઇ હરિજન તિલકવાડા
24 ) સોનલબેન અમિતભાઈ પટેલ વાધોડીયા
25 ) હરેશભાઈ ચંદુભાઇ વસાવા રહે નાવરા
26 ) સંજયકુમાર બાબુભાઈ દોશી કરજણ કોલોની વડીયા નાઓનો સમાવેશ થાય છે.

પોઝિટિવ દર્દીઓને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here